<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th June 2025

રોયલ ચેલેન્‍જર્સ બેન્‍ગલુરુને બૂરી નજરથી બચાવવા માટે આખી કારને જ લીંબુ-મરચાંથી સજાવી દીધી

બેગ્‍લોર તા.૫: IPLની ૧૮મી સીઝનની ફાઇનલ મૅચ અમદાવાદના નરેન્‍દ્ર મોદી સ્‍ટેડિયમમાં હતી, પરંતુ ક્રિકેટ-ફીવર આખા ભારતમાં ઠેર-ઠેર જોવા મળ્‍યો હતો. ક્રિકેટપ્રેમીઓમાં પહેલી વાર રોયલ ચેલેન્‍જર્સ બેન્‍ગલોર (RCB)ને જિતાડવા માટે અનેક લોકો હોમહવન, પૂજા અને માનતાઓ રાખી રહ્યા હતા. જોકે બેન્‍ગલોરના રોડ પર ફરી રહેલી એક કારે તો સૌનું ધ્‍યાન ખેંચ્‍યું હતું. સિલ્‍વર કલરની કારને લીંબુ-મરચાંની લડીઓથી સજાવીને એના પર ઈવિલ આઇ પણ લગાવી હતી. ભરટ્રાફિકમાં આ કારની તસવીરો અને વિડિયો લેવા માટે વાહનો રોકાઈ જતાં હોવાથી જબરો ટ્રાફિક-જેમ થઈ ગયો હતો.(૩૮.૮)

(9:50 AM IST)