News of Thursday, 5th June 2025
૫૦ ટકા ખાનગી નોકરિયાતો પાસે નિવૃત્તિનું કોઈ આયોજન નથી
સર્વેમાં ચોંકાવનારા ખુલાસા...કર્મચારીઓ દ્વારા નિવૃત્તિ અંગે આયોજન ન કરવા પાછળનું સૌથી મોટું કારણ નાણાકીય જાગૃતિનો અભાવ છે

નવી દિલ્હી તા.૫: દેશમાં અનેક લોકો પબ્લિક સેક્ટર તથા પ્રાઈવેટ સેક્ટરમાં નોકરી કરી રહ્યા છે. સરકારી સંસ્થાઓ અને કેટલીક પ્રાઈવેટ સંસ્થાઓ પોતાના કર્મચારીના પગારનો ૧થી ૧૦% જેટલો ભાગ PF એટલે કે પેન્શન ફંડમાં જમા કરે છે. કર્મચારી નિવળત્ત થાય પછી તેને PFની રકમ મળતી હોય છે. પરંતુ પ્રાઈવેટ સેક્ટરમાં નોકરી કરતા ૫૦% કર્મચારીઓ પાસે નિવળત્તનો કોઈ પ્લાનિંગ નથી. એવું એક સર્વેમાં સામે આવ્યું છે.
પ્રાઈવેટ સેક્ટરમાં નોકરી કરતા ૨૫થી ૫૪ વર્ષની વય સુધીના કર્મચારીઓને લઈને ‘‘Indias Pension Landscape: A Study on Retirement Reality and Readiness'' નામનો સર્વે કરવામા્ં આવ્યો હતો. આ સર્વે અનુસાર ૫૫% સહભાગીઓ નિવળત્તિ બાદ દર મહિને ૧ લાખ રૂપિયાથી વધુ પેન્શનની અપેક્ષા રાખે છે, પરંતુ માત્ર ૧૧% લોકોને લાગે છે કે તેમની વર્તમાન બચત આવા પેન્શન માટે પૂરતી છે. બંને આંકડાઓ વચ્ચેનું અંતર દર્શાવે છે કે ભારતમાં નિવળત્તિ આયોજન અને તેની તૈયારી વચ્ચે એક મોટી ગેપ છે. જેને વધુ સારી નાણાકીય સમજ અને આયોજન દ્વારા ભરવાની જરૂર છે.
કર્મચારીઓ દ્વારા નિવળત્તિ અંગે આયોજન ન કરવા પાછળનું સૌથી મોટું કારણ નાણાકીય જાગળતિનો અભાવ છે. ઘણા લોકો એવું માને છે કે પ્રોવિંડેંટ ફંડ અને ગ્રેચ્યુટી ફંડ પર્યાપ્ત છે. પરંતુ વધતી મોંઘવારી, સ્વાસ્થ્ય ખર્ચ અને વધતી ઉંમરને લઈને આ રકમ અપૂરતી સાબિત થાય છે. કેટલાક લોકો રોકાણની પ્રક્રિયાને અઘરી સમજે છે. કેટલાક લોકોને પોતાના પગારમાંથી બચત કરવાનું મુશ્કેલ લાગે છે. ખાસ કરીને યુવા નોકરીયાતો એવું વિચારે છે કે, નિવળત્તિની ચિંતા કરવાનો આ સમય નથી. આ એક ખતરનાક ભ્રમ છે.
નાણાકીય સલાહકારોનું માનવું છે કે, નિવળત્તિનો પ્લાન જેટલો બને એટલો જલ્દી તૈયાર કરી લો એટલું સારું છે. ૨૫થી ૩૦ વર્ષની ઉંમરથી જો તમે રોકાણ શરૂ કરી દેશો તો ૬૦ વર્ષની ઉંમર સુધી એક સારી એવી બચત ભેગી થઈ શકે છે. આ પ્રકારની બચત કરવા માટે NPS (નેશનલ પેન્શન સ્કીમ), મ્યુચ્યુઅલ ફંડ SIP અને પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) જેવા વિકલ્પોને શ્રેષ્ઠ અને અસરકારક માનવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે, લગભગ ૮૩% કર્મચારીઓ તેમની નિવળત્તિ જરૂરિયાતો માટે EPF, ગ્રેચ્યુઇટી અને NPS જેવી પરંપરાગત યોજનાઓ પર આધાર રાખે છે. આનાથી એ પણ સ્પષ્ટ થાય છે કે લોકોના નિવળત્તિ પોર્ટફોલિયોમાં વિવિધતાનો અભાવ છે, અને તેઓ નવા વિકલ્પો તરફ ઓછું વલણ ધરાવે છે.(૩૮.૪)
(9:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
