<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th June 2025

મનફાવે તેટલા બાળકો પેદા કરો... વિયેતનામ સરકારની લોકોને સલાહ

કોઈ દંડ કે કોઈ ચાર્જ લાગશે નહીં...સરકારે ૩૭ વર્ષથી લાગુ બે બાળકોની મર્યાદાવાળી નીતિને સત્તાવાર રીતે ખતમ કરી

 

લંડન તા.૫: આપણા દેશમાં વધતી જનસંખ્‍યા એક મોટી સમસ્‍યા છે. તેને ઓછી કરવા માટે સરકાર સમયાંતરે નવી નવી નીતિઓ તૈયાર કરે છે. તેમ છતાં જનસંખ્‍યા વળદ્ધિ પર લગામ લગાવી શકયા નથી. તો વળી અમુક દેશોમાં વસ્‍તી પર લગામ લગાવવા માટે નીતિઓ લાગુ કરી અને પછી તેને હટાવવાનો વારો આવ્‍યો. કંઈક આવું જ વિયેતનામમાં પણ થયું છે. જ્‍યાંની સરકારે લોકોને વધુમાં વધુ બાળકો પેદા કરવાની સલાહ આપી રહ્યા છે.

વિયેતનામ સરકારે ૩૭ વર્ષથી લાગુ બે બાળકોની મર્યાદાવાળી નીતિને સત્તાવાર રીતે ખતમ કરી દીધી છે. આ નિર્ણય દેશની નેશનલ એસેમ્‍બલીના સ્‍ટેન્‍ડિંગ કમિટીએ મંગળવારે હનોઈમાં લીધો. હવે વિયેતનામમાં કપલ અથવા સિંગલ પેરેન્‍ટ્‍સ ખુદ નક્કી કરી શકશે કે તેમને કેટલા બાળકો જોઈએ, કયારે જોઈએ અને બે બાળકોની વચ્‍ચે કેટલું અંતર હશે. આ એ લોકો માટે રાહતના સમાચાર છે, જે હાલમાં બાળકો પેદા કરી શકે છે.

૧૯૮૮માં લાગુ થયેલી ટુ ચાઈલ્‍ડ પોલિસી તે સમયે બનાવી હતી, જ્‍યારે વિયેતનામમાં -તિ મહિલા સરેરાશ ચાર બાળકોનો જન્‍મ થઈ રહ્યો હતો. જનસંખ્‍યા નિયંત્રણના ઉદ્દેશ્‍યથી સરકારે તેને લાગુ કરી હતી. આ નીતિ અંતર્ગત બેથી વધારે બાળકોવાળા પરિવારોને સજા સ્‍વરૂપે દંડ દેવો પડતો હતો. જેમાં વેતનમાં કાપ, બોનસથી વંચિત કરવા અથવા પદથી હટાવવાનું સામેલ હતું.

જો કે, સમય સાથે સ્‍થિતિઓ બદલાઈ ગઈ. હવે વિયેતનામ ઘટતા જન્‍મદરને પડકાર માની રહી છે. સરકારી આંકડા અને મીડિયા રિપોર્ટ્‍સ અનુસાર, ડિસેમ્‍બરમાં દેશનો કુલ પ્રજનન દર ઘટીને ૧.૯૧ બાળકો પ્રતિ મહિલા પર આવી ગયો, જે સતત ત્રીજા વર્ષે રિપ્‍લેસમેન્‍ટ લેવલથી નીચે છે. નિષ્‍ણાતોનું માનવું છે કે, આ ઘટાડો દેશના આર્થિક વધારા અને ભવિષ્‍યમાં ર્વકિંગ પોપ્‍યુલેશન માટે ગંભીર ખતરો બની શકે છે.

બ્‍લૂમબર્ગના એક રિપોર્ટ અનુસાર, ઘટતા જન્‍મ દરે સરકારને પોતાની જૂની જનસંખ્‍યા નીતિ પર ફરીથી વિચારવા માટે મજબૂર કરી દીધા છે. ગત વર્ષે સ્‍વાસ્‍થ્‍ય મંત્રાલયે સલાહ આપી હતી કે લોકોને આ અધિકાર આપવામાં આવે કે તે ખુદ નક્કી કરી શકે કે કેટલા બાળકો પેદા કરશે અને કયારે કરશે. નિષ્‍ણાતોનું માનવું છે કે, આ બદલાવ વિયેતનામને આર્થિક અને સામાજિક સંતુલન બનાવી રાખવામાં મદદ કરશે. જો વસ્‍તી વધી નહીં તો તે ત્‍યાંની અર્થવ્‍યવસ્‍થા માટે મોટો પડકાર બની શકશે.(૩૮.૨)

(9:52 AM IST)