News of Thursday, 5th June 2025
પ્રેમમાં દગો મળ્યો તો ભાન ભૂલી યુવતીઃ દારુની દુકાને જઈ ટલ્લી થઈ હોબાળો મચાવ્યો, આશિકને ગાળો ભાંડી
વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ

રીવા તા.૫: મધ્ય પ્રદેશના રીવામાંથી એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થઈ રહ્યો છે, જેમાં એક યુવતી નશાની હાલતમાં રોડ પર બેભાન અવસ્થામાં પડેલી જોવા મળે છે. આ મામલો રીવા શહેરના બિછિયા પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. જ્યાં એક યુવતીને પ્રેમમાં દગો મળતા દારૂ પીને રોડ પર હોબાળો મચાવ્યો હતો. સવારથી લઈને સાંજ સુધી તે દારૂના નશામાં રસ્તા પર સૂઈને પડી રહી હતી. આ દરમિયાન તેને જોઈ રાહદારીઓમાં હડકંપ મચી ગયો હતો, જે હવે સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે.
સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, યુવતી એક યુવક સાથે આવી હતી અને નજીકની દારૂની દુકાનથી દારૂ લઈને આવી હતી. તેણે બોટલમાંથી દારૂ પી અને પછી રસ્તાની બાજુમાં પડી રહી હતી. સાંજ સુધી નશામાં તે પ્રેમીને ગાળો આપતી જોવા મળી અને બેવફાઈનાં ગીતો ગાતી રહી. મહિલાની હાલત જોઈ લોકોએ સમજ્યું કે તે બીમાર અથવા ઘાયલ છે.
સૂચના મળતા જ એસપી વિવેક સિંહ સુધી મામલો પહોંચ્યો, તો તેમણે તાત્કાલિક બિછિયા પોલીસ સ્ટેશનના પ્રભારી મનીષા ઉપાધ્યાયને કાર્યવાહીના નિર્દેશ આપ્યા. પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી અને યુવતીને એક ઓટોમાં બેસાડીને તેના ઘરે મૂકી આવ્યા.
સ્થાનિક રહેવાસી સુરેશ કુમારે જણાવ્યું કે, નજીકમાં જ દારૂની દુકાન છે. જ્યાં સાંજ થતાં જ અસામાજિક તત્ત્વો એકઠા થઈ જાય છે. જો પોલીસ સમયસર ન પહોંચતી તો યુવતી સાથે કંઈ પણ અઘટિત ઘટના થઈ શકતી હતી. લોકો હવે વાઇરલ થઈ રહેલા વીડિયોની નિંદા કરી રહ્યા છે.
(10:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
