News of Thursday, 5th June 2025
જીવનના ઉથલ-પાથલથી શાંત રહેવાની શકિતશાળી ધ્યાન વિધીઓ

વિજ્ઞાન ભૈરવ તંત્ર- ૧૧૨ ધ્યાનની વિધીઓ૭૧
આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૯ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર.
સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ
મો.૯૪ર૭ર પ૪ર૭૬
વિધિ-૭૧:‘‘ અથવા વચ્ચેના ખાલી સ્થાનોમાં એ વીજળી ચમકવા જેવું છે એવો ભાવ કરો.''
એવો ભાવ કરો કે પ્રકાશનો એક તણખો એક કેન્દ્રથી બીજા કેન્દ્ર ઉપર છલાંગ લગાવી રહ્યો છે અને બીજી વિધિ સાચી છે કારણ કે પ્રકાશ ખરેખર છલાંગ લાગવે છે. એમાં કોઇ વારાફરતી કદમથી કદમ વિકાસ થતો નથી. પ્રકાશ છલાંગ છે.
વિદ્યુતના પ્રકાશનો જુઓ. તમે વિચારો છો કે. તે સ્થિર છે. પરંતુ ના એ તો ભ્રમ છે. એનામાં પણ અંતરાલ છે, પરંતુ એ અંતરાલ એટલા નાના છે કે તમને એમની ખબર પડતી નથી. વિદ્યુત છલાંગો ભરતી આવે છે. એક છલાંગ અને એના પછી અંધકારનો અંતરાલ થાય છે. પાછી બીજી છલાંગ અને એના પછી પાછો અંધકારનો અંતરાલ હોય છે. પરંતુ તમને કયારેય અંતરાલની ખબર પડતી નથી. કારણ કે છલાંગ અને પછી અંધકાર. પ્રકાશ કયારેય ચાલતો નથી પણ છલાંગો જ ભરે છે અને જે લોકો છલાંગની ધારણા કરી શકે છે એ બીજી શોધેલી વિધિ એમના માટે છે. (૩.૩)
- રજનીશના પ્રણામ
સંકલન-તથા ભાષાંતર
સ્વામી સત્યપ્રકાશજી
મો.૯૪ર૭ર પ૪ર૭૬
(11:00 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
