News of Thursday, 5th June 2025
૨૧ મૂર્તિઓ, અનુષ્ઠાન - મંત્રોચ્ચાર સાથે અયોધ્યામા દેવતાઓ સાથે બિરાજ્યા રામલલા
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આ ઐતિહાસિક સમારોહમાં મુખ્ય અતિથિ : અભિજીત મુહૂર્તમાં પ્રાણપ્રતિષ્ઠાનું આયોજન : કાશી અને અયોધ્યાના ૧૦૧ વૈદિક આચાર્યો વૈદિક મંત્રોચ્ચાર સાથે વિધિઃ ભક્તોમાં અનેરો ઉત્સાહ : અનેક દિગ્જ્જો યજમાન તરીકે સામેલ

અયોધ્યા, તા.૫: રામનગરી અયોધ્યા ફરી એકવાર આધ્યાત્મિક અને સાંસ્કળતિક ઉત્સવનું સાક્ષી બનવા જઈ રહી છે. આજે શ્રી રામ જન્મભૂમિ મંદિરના પહેલા માળે રાજા રામના દરબારની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન કરવામાં આવ્યું. આ સાથે, કિલ્લાના સાત ઉપપ્રમંદિરોમાં સ્થાપિત મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા પણ કરવામાં આવી. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આ ઐતિહાસિક સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે સવારે રામ કથા પાર્ક હેલિપેડ પર હેલિકોપ્ટર દ્વારા અયોધ્યા પહોંચ્યા. તેઓ લગભગ ૬ કલાક રામનગરીમાં રોકાશે અને વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે. તેમનો પહેલો મુકામ શ્રી રામ જન્મભૂમિ મંદિર હશે, જ્યાં તેઓ લગભગ બે કલાકનું રોકાણ કરશે. દરમ્યાન તેઓ રામ લલ્લાના દર્શન કર્યા અને પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં ભાગ લીધો.આ સમારોહ સવારે ૧૧:૨૫ થી ૧૧:૪૦ વાગ્યા સુધી અભિજીત મુહૂર્તમા આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કાશી અને અયોધ્યાના ૧૦૧ વૈદિક આચાર્યો વૈદિક મંત્રોચ્ચાર સાથે વિધિ પૂર્ણ કરવામાં આવી.
રામ મંદિર સંકુલ પછી, સીએમ યોગી હનુમાનગઢી મંદિર જશે અને ત્યાં દર્શન-પૂજન કરશે. આ પછી, તેઓ રામ કથા પાર્ક પહોંચશે, જ્યાં તેઓ અયોધ્યા મ્યુનિસિપલ કોર્પોરેશનના બે વર્ષ પૂર્ણ થવા નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં હાજરી આપશે. આ કાર્યક્રમમાં, મ્યુનિસિપલ કોર્પોરેશનની સિદ્ધિઓનું પ્રદર્શન કરવામાં આવશે અને સફાઈ મિત્રનું પણ સન્માન કરવામાં આવશે. આ પછી, મુખ્યમંત્રી સરયુ નદીના કિનારે પહોંચશે, જ્યાં તેઓ સરયુ મહોત્સવનું ઉદ્ધાટન કરશે અને સરયુ પૂજનમાં ભાગ લેશે. ત્યાંથી તેઓ મણિ રામ દાસ છાવણી જશે, જ્યાં તેઓ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના પ્રમુખ મહંત નળત્ય ગોપાલ દાસની જન્મજયંતિ ઉજવણીમાં હાજરી આપશે. આ પ્રસંગે ખાસ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.
તેમના પ્રવાસના અંતે, મુખ્યમંત્રી યોગી રામ કથા પાર્ક પાસે સ્થિત પુષ્પ વાટિકાની મુલાકાત લેશે. આ પછી, તેઓ સાંજે ૪:૩૦ વાગ્યે રામ કથા પાર્ક હેલિપેડથી લખનૌ જવા રવાના થશે.
આ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ ગંગા દશેરાના શુભ અવસરે થઈ રહ્યો છે, જેને દ્વાપર યુગની શરૂઆત અને ગંગાના અવતરણની તારીખ માનવામાં આવે છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે જણાવ્યું હતું કે રામ દરબારની મૂર્તિઓ જયપુરના મકરાના આરસપહાણમાંથી તૈયાર કરવામાં આવી છે. કિલ્લાના સાત મંદિરોમાં શિવલિંગ, ગણપતિ, હનુમાન, સૂર્ય, ભગવતી, અન્નપૂર્ણા અને શેષાવતાર લક્ષ્મણજીની મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા થશે. આ કાર્યક્રમ રામ મંદિરના નિર્માણ કાર્ય પૂર્ણ થવાનું પણ પ્રતીક છે.
આ ભવ્ય કાર્યક્રમ માટે અયોધ્યામાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. એસએસપી ડૉ. ગૌરવ ગ્રોવરે જણાવ્યું હતું કે રામનગરીમાં સંપૂર્ણ સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે. ભક્તોને કોઈપણ પ્રકારની અસુવિધા ન થાય તે માટે સ્થળ પર વધારાના સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે. ભક્તો આ ઐતિહાસિક ક્ષણને જોઈ શકે તે માટે મોટી એલઇડી સ્ક્રીન અને સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા છે.
રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાના ૧૬ મહિના પછી, રાજા રામના દરબારની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ છે. ટ્રસ્ટે ભક્તોને ભીડ ટાળવા અને તેમની સુવિધા મુજબ દર્શન માટે અયોધ્યા આવવા અપીલ કરી છે. આ કાર્યક્રમ માત્ર અયોધ્યા માટે જ નહીં પરંતુ સમગ્ર દેશ માટે એક સાંસ્કળતિક અને ધાર્મિક સીમાચિホરૂપ સાબિત થશે.
(11:21 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
