<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th June 2025

૯૫ વર્ષના વરરાજા, ૯૦ વર્ષની કન્‍યા... ૭૦ વર્ષ સુધી લિવ-ઇનમાં રહ્યા

રાજસ્‍થાનના ડુંગરપુર જિલ્લાના ગલંદર ગામમાં એક અનોખા લગ્ન ચર્ચાનો વિષય બન્‍યા : ૮ બાળકો છે જેમાંથી ચાર સરકારી નોકરીમાં છે. બાળકોએ તેમના માતાપિતાની ઇચ્‍છા મુજબ સંપૂર્ણ વિધિ સાથે તેમના લગ્ન કરાવ્‍યા ગામમાં બિંદૂરી કાઢવામાં આવી હતી અને ડીજે પર ખૂબ નાચગાન થયું

 

ડુંગરપુર તા.૫: રાજસ્‍થાનના ડુંગરપુર જિલ્લાના ગલંદર ગામમાં એક અનોખા લગ્ન ચર્ચાનો વિષય બન્‍યા છે. અહીં ૯૫ વર્ષના રામા ભાઈ અંગારી અને ૯૦ વર્ષના જીવલી દેવીએ ૭૦ વર્ષ સુધી સાથે રહ્યા બાદ હવે લગ્ન કર્યા છે. આ વળદ્ધ દંપતી છેલ્લા સાત દાયકાથી લિવ-ઇન રિલેશનશિપમાં રહેતા હતા. તેમને ચાર પુત્રો અને બે પુત્રીઓ છે, કુલ આઠ બાળકો છે. વળદ્ધ દંપતીની લગ્ન કરવાની ઇચ્‍છા જાણીને, બાળકોએ તેને પૂર્ણ કરવાનું નક્કી કર્યું. પછી ગામમાં સંપૂર્ણ રીતરિવાજો સાથે લગ્નની તૈયારીઓ શરૂ થઈ. હલ્‍દી, મહેંદી, બિંદોરી જેવી બધી વિધિઓ કરવામાં આવી. ગામમાં ડીજે બોલાવવામાં આવ્‍યો અને બિંદોરી કાઢવામાં આવી. બાળકો અને ગ્રામજનોએ ખૂબ નાચ્‍યા અને ગાયા.લગ્ન સમારોહમાં હજારો લોકો હાજર રહ્યા. રામા ભાઈ અને જીવલી દેવીએ સાત ફેરા લીધા. લગ્નના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. મોટો દીકરો બકુ અંગારી ખેતી કરે છે. શિવરામ અને કાંતિલાલ સરકારી શાળામાં શિક્ષક છે. ચોથો દીકરો લક્ષ્મણ પણ ખેડૂત છે. દીકરી સુનિતા શિક્ષિકા છે અને અનિતા નર્સ છે. ચાર બાળકો સરકારી નોકરીમાં છે. વળદ્ધ દંપતીના લગ્ન પર આખા ગામમાં ખુશીનો માહોલ હતો. બધા બાળકોએ સાથે મળીને પોતાના માતા-પિતાની વર્ષો જૂની ઇચ્‍છા પૂરી કરી. આ લગ્ન હવે આખા દેશમાં ચર્ચાનો વિષય બની ગયા છે

(4:02 PM IST)