<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th June 2025

ઇન્દોરના રાજા રઘુવંશી અને તેના પત્ની સોનમ રઘુવંશી હનીમુનમાં ગયા બાદ રહસ્યમય ઘટનામા રાજા રઘુવંશીનો મૃતદેહ કુહાડીથી કાપીને ખાડામાં ફેંકી દીધો હતો

મેઘાલય પોલીસ અને સરકાર સહયોગ કરી રહી નથી, અમારી સીબીઆઈ તપાસની ઈચ્છા : રઘુવંશીના પરિવારનો આરોપ

ઈન્દોર તા.૫ :        ઇન્દોરના રાજા રઘુવંશી અને તેના પત્ની સોનમ રઘુવંશી હનીમુનમાં ગયા બાદ રહસ્યમય ઘટના સર્જાતા આજે રહસ્યનો અડધો ભાગ ઉકેલાઈ ગયો છે. રાજા રઘુવંશીનો મૃતદેહ મળી ગયો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે તેમના શરીરને કુહાડીથી કાપીને ખાડામાં ફેંકી દેવામાં આવ્યું હતું.

પરંતુ તેમની પત્ની સોનમ રઘુવંશી નો મૃતદેહ મળ્યો નથી. રઘુવંશીના પરિવારનો આરોપ છે કે મેઘાલય પોલીસ અને સરકાર સહયોગ કરી રહી નથી, તેઓ સીબીઆઈ તપાસ ઇચ્છે છે.

આખો દેશ જાણવા માંગે છે કે હનીમૂન માટે ગયેલા રાજા રઘુવંશીની હત્યા કોણે કરી. તેમની પત્ની ક્યાં છે?

(4:50 PM IST)