<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th June 2025

બેંગલુરુમાં ભાગદોડમાં જીવ ગુમાવનારા માટે RCBની મોટી જાહેરાત: પીડિતોને આપશે 10-10 લાખ રૂપિયા

સ્ટેડિયમ બહાર ભાગદોડને કારણે બધે અરાજકતા ફેલાઈ ગઈ અને 11 લોકોએ જીવ ગુમાવ્યા: 33 લોકો ઘાયલ પણ થયા

બેંગ્લુરુ : ચિન્નાસ્વામીમાં થયેલી ભાગદોડ દરમિયાન મૃત્યુ પામેલા લોકોની મદદ માટે RCB ટીમ આગળ આવી છે. RCB એ અકસ્માતમાં જીવ ગુમાવનારા 11 લોકોને 10-10 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. નોંધનીય છે કે RCB એ પહેલીવાર IPL ટ્રોફી પર કબજો કર્યો છે, જેનાથી 17 વર્ષના દુષ્કાળનો અંત આવ્યો છે.

ટીમ ચેમ્પિયન બન્યા પછી, લાખો ચાહકો RCBની જીતની ઉજવણીમાં જોડાવા માટે ચિન્નાસ્વામી મેદાન પર આવ્યા હતા. જોકે, પરિસ્થિતિ અચાનક બગડી ગઈ અને ભાગદોડ મચી ગઈ. ભાગદોડને કારણે બધે અરાજકતા ફેલાઈ ગઈ અને 11 લોકોએ જીવ ગુમાવ્યા. આ સાથે 33 લોકો ઘાયલ પણ થયા.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની જીતના જશ્નમાં જોડાવા માટે ચિન્નાસ્વામી પહોંચેલા 11 ચાહકોને પોતાનો જીવ ગુમાવવો પડ્યો. હવે RCB ટીમ મેદાનમાં ભાગદોડને કારણે જીવ ગુમાવનારા ચાહકોને મદદ કરવા આગળ આવી છે. PTI અનુસાર, ટીમે અકસ્માતમાં માર્યા ગયેલા લોકોના પરિવારને પ્રત્યેકને 10 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. અગાઉ, કર્ણાટક સરકારે પણ પીડિતોના પરિવારને પ્રત્યેકને 10 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી હતી. RCBએ IPL 2025ની ફાઇનલ મેચમાં પંજાબ કિંગ્સને 6 રને હરાવીને પહેલીવાર ટાઇટલ જીત્યું હતું. ટીમ ચેમ્પિયન બન્યા બાદ બેંગ્લોરમાં ખૂબ જ ઉજવણી થઈ હતી. ચાહકો રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા અને RCBની જીતની ઉજવણી કરી હતી.

(7:25 PM IST)