<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th June 2025

શુ હોમ લોન-કાર લોન સસ્તી થશે? કાલે આરબીઆઇની જાહેરાત પર સૌની મીટ

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર સંજય મલ્હોત્રા સવારે 10 વાગ્યે દ્વિમાસિક નાણાકીય નીતિની જાહેરાત કરશે.

નવી દિલ્હી : રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર સંજય મલ્હોત્રા શુક્રવાર, 6 જૂને સવારે 10 વાગ્યે દ્વિમાસિક નાણાકીય નીતિની જાહેરાત કરશે. સૌની નજર આવતીકાલે થનારી જાહેરાતો પર રહેશે. એવી અપેક્ષા છે કે પોલિસી રેટમાં 0.25 ટકાથી ઘટાડા સાથે 0.50 ટકાની જાહેરાત થઈ શકે છે.

નિષ્ણાતોના મતે ટ્રમ્પના ટેરિફથી ઉદ્ભવતા વેપાર તણાવની પૃષ્ઠભૂમિમાં આર્થિક વૃદ્ધિને વેગ આપવા માટે કેન્દ્રીય બેંક વ્યાજ દરોમાં ઘટાડો કરી શકે છે. RBIની દર-નિર્ધારણ સમિતિ, મોનેટરી પોલિસી કમિટી (MPC)એ બુધવારે ત્રણ દિવસની ચર્ચા શરૂ કરી.

MPCની ભલામણો પર કેન્દ્રીય બેંકે આ વર્ષે ફેબ્રુઆરી અને એપ્રિલમાં મુખ્ય બેન્ચમાર્ક ધિરાણ દર (રેપો)માં 25 બેસિસ પોઇન્ટનો ઘટાડો કર્યો હતો. મોટાભાગના નિષ્ણાતો માને છે કે RBI આ વખતે પણ રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરશે, જોકે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ના એક સંશોધન અહેવાલમાં 50 બેસિસ પોઈન્ટના મોટા દર ઘટાડાની માંગ કરવામાં આવી છે. રેપો રેટમાં ઘટાડો થવાથી બેંકો દ્વારા ધિરાણ દરમાં ઘટાડો થાય છે, જેના કારણે રિટેલ અને કોર્પોરેટ દેવાદારો માટે EMI ઘટે છે.

(11:48 PM IST)