News of Saturday, 7th June 2025
૫ જૂલાઈએ આવશે સુનામી! ડરામણી ભવિષ્યવાણીથી ૮૩ ટકા ફ્લાઈટ કેન્સલ
જાપાનની એક મહિલા ભવિષ્યવક્તા મંગા આર્ટિસ્ટ રયો તાત્સુકીએ એક એવી ભવિષ્યવાણી કરી છે, જે બાદ જાપાન સરકાર હલી ગઈ છે

ટોકયો તા.૭: તમે બાબા વેંગાની ભવિષ્યવાણી વિશે તો સાંભળ્યું હશે. દુનિયાભરમાં બાબા વેંગાની ભવિષ્યવાણીની ચર્ચા થતી રહે છે. આ સમયે જાપાનની એક મહિલા ભવિષ્યવક્તા મંગા આર્ટિસ્ટ રયો તાત્સુકીએ એક એવી ભવિષ્યવાણી કરી છે, જે બાદ જાપાન સરકાર હલી ગઈ છે. જાપાન સહિત દુનિયાભરના લોકોમાં ડરનો માહોલ છે. કહેવાય છે કે, ૫ જુલાઈ એટલે કે આજથી ઠીક એક મહિના બાદ જાપાનમાં સુનામી આવવાની છે. જેવી આ ભવિષ્યવાણી વાયરલ થઈ અત્યાર સુધીમાં જાપાનમાં ૮૩ ટકા ફ્લાઈટ કેન્સલ થઈ ચૂકી છે. જાપાન સરકાર તરફથી તેના પર નિવેદન જાહેર કરી કહ્યું છે કે, આ -કારની વાતો પર ધ્યાન ન આપવું જોઈએ.
જાપાનના ચર્ચિત મંગા આર્ટિસ્ટ રયો તાત્સુકીને સોશિયલ મીડિયા પર ન્યૂ બાબા વેંગા કહેવાય છે. તેમની ભવિષ્યવાણીઓ ઘણી વાર સાચી સાબિત થઈ છે. હવે તેમની નવી ચેતવણીએ જાપાન જ નહીં પણ આખા પૂર્વ એશિયામાં ખળભળાટ મચાવી દીધો છે. તાત્સુકીએ પોતાની મંગા ઁધ ફયૂચર આઈ સોઁમાં દાવો કર્યો છે કે, ૫ જુલાઈ ૨૦૨૫ના રોજ જાપાનમાં એક ભયાનક -ાકળતિક આપત્તિ આવશે. સુનામી અથવા મોટો ભૂકંપ આ દિવસે આવી શકે છે. તેમણે આ ત્રાસદીને જાપાન અને ફિલિપીન્સ વચ્ચે સમુદ્રમાં તિરાડ અને મોટી ધ્રુજારી સાથે જોડવામાં આવી છે.
૮૩ ટકા ઘટી ફ્લાઈટ બુકિંગ
ભવિષ્યવાણી બાદ ટુરિઝમ પર તેની જબરદસ્ત અસર જોવા મળી રહી છે. બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર, જૂનના અંતથી લઈને જુલાઈની શરૂઆત સુધી જાપાન આવતી ફ્લાઈટોના બુકિંગમાં ૮૩ ટકાનો ઘટાડો આવ્યો છે. ખાસ કરીને હોંગકોંગ, તાઇવાન અને કોરિયાથી મોટી સંખ્યામાં લોકો પોતાના બુકિંગ રદ કરી ચૂકયા છે. ટ્રાવેલ એજન્સીઓએ જણાવ્યું કે, લોકો ડરેલા છે અને પહેલાથી કરવામાં આવેલી ટ્રિપ્સ કાં તો પોસ્ટપોન કરી રહ્યા છે અથવા કેન્સલ કરી રહ્યા છે.
પર્યટન ક્ષેત્રે થઈ રહેલા નુકસાનને જોતા જાપાન સરકારને સામે આવવું પડ્યું. મિયાગી પ્રીફેક્ચરના ગવર્નર યોશિહિરો મુરાઈએ સ્પષ્ટ કહ્યું કે, આ ફક્ત અફવા છે. કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. મહેરબાની કરીને ભ્રમમાં ન આવો. જાપાની નાગરિકો તો કયાંય નથી ભાગી રહ્યા, તો પર્યટકો કેમ ડરે?
વૈજ્ઞાનિકો અને મૌસમ એજન્સીઓએ એવું પણ કહ્યું કે, ભૂકંપ અથવા સુનામી જેવી ઘટનાની સચોટ ભવિષ્યવાણી કરવું વર્તમાન વિજ્ઞાન માટે અસંભવ છે. જોકે જાપાન જેવા ભૂકંપ પ્રવણ દેશમાં જોખમ તો હંમેશા રહે છે. પણ ડર ફેલાવાથી દૂર રહેવું જોઈએ. રયો તાત્સુકીએ પણ એક નિવેદનમાં લોકોને પોતાના સપનાની વ્યાખ્યાને અંતિમ સત્ય ન માનવાની અપીલ કરી છે. પણ સોશિયલ મીડિયા પર આ મામલો એટલો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે કે ડર અને ભ્રમનો માહોલ બનેલો છે. હવે જોવાનું એ રહેશે કે ૫ જુલાઈએ સાચે કોઈ પ્રાકળતિક આપત્તિ થાય છે કે આ ભવિષ્યવાણી ખાલી એક કલ્પના જ રહી જાય છે.(૩૮.૨)
(9:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
