News of Saturday, 7th June 2025
વરરાજા સાથે જબરો દાવ થયો! રસ્તામાં મળેલા યુવકે એવું તો શું કહ્યું કે તેને દુલ્હન જ સોંપી દીધી ?
વરરાજાએ માનવતા અને વિશ્વાસ બતાવ્યો અને તેની પત્નીને જવા દીધી અને કારમાં બેઠી તેની રાહ જોતો રહ્યો. પરંતુ કલાકો પછી પણ પત્ની પાછી ન આવી

ગાઝીપુર તા.૭: ત્રીજી જૂનની રાત્રે ગાઝીપુરના બિરનોમાં ખુશીનો માહોલ હતો, દુલ્હન તૈયાર હતી. વરરાજા વાજતે ગાજતે જાન લઈને આવ્યા હતા. આખી રાત લગ્ન સમારંભ ચાલ્યો, અહીં બધું બરાબર હતું, પરંતુ સાચો ખેલ ત્યારે શરૂ થયો જ્યારે લગ્નની વિધિઓ પછી વિદાયનો સમય આવ્યો. વિદાય સમયે દુલ્હને કંઈક એવું કર્યું કે લોકો આヘર્યમાં મૂકાઈ ગયા. ચાલો તમને જણાવીએ કે આખો મામલો શું છે.
આ ઘટના ઉત્તર પ્રદેશના ગાઝીપુરના બિરનો પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામની છે. જ્યારે વરરાજા બ્રિજેશ કુમાર તેની પત્નીને લઈને જઈ રહ્યો હતો, ત્યારે રસ્તામાં એક બાઇક સવારે કાર રોકી હતી અને કહ્યું કે કન્યાની માતાની હાલત ખૂબ જ નાજુક છે. હું કન્યાને સાથે લઈ જાઉં છું અને માતા સાથે મુલાકાત બાદ તાત્કાલિક પાછી મૂકી જઈશ. વરરાજાએ પણ માનવતા અને વિશ્વાસ બતાવ્યો અને તેની પત્નીને જવા દીધી અને કારમાં બેસીને તેની રાહ જોતો રહ્યો. પરંતુ જ્યારે કલાકો પછી પણ પત્ની પાછી ન આવી, ત્યારે વરરાજા પોતે તેના સાસરિયાના ઘરે પહોંચ્યો અને ત્યાં જઈને જે હકીકત સામે આવી તે જાણીને ચોંકી ગયો હતો.
વાત એમ હતી કે, કન્યાએ પહેલાથી જ તેના પ્રેમી સાથે ભાગી જવાની યોજના બનાવી રાખી હતી. તેનો પ્રેમી તે જ ગામનો પરિણીત પુરુષ છે અને ત્રણ બાળકોનો પિતા પણ છે. પ્રેમીએ આખું તરકટ રચ્યું હતું અને લગ્નના દિવસે જ તેની પ્રેમિકા સાથે ભાગી જવાની યોજના ઘડી હતી. વરરાજાને ખ્યાલ પણ નહોતો કે જે છોકરી સાથે તેણે સાત ફેરા લીધા હતા તે પહેલાથી જ કોઈ બીજાના પ્રેમમાં છે.
આ સમગ્ર ઘટના બાદ કન્યાના પિતાએ આરોપી યુવક વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. વરરાજા બ્રિજેશ કુમારે જણાવ્યું હતું કે તેણે લગ્નમાં તેની પત્નીને લગભગ બે લાખ રૂપિયાના દાગીના આપ્યા હતા, જે હવે તે લઈને ફરાર થઈ ગઈ છે. આ ઘટના બાદ આખા ગામમાં અને આસપાસના વિસ્તારોમાં ચર્ચાનો માહોલ છે. બધાને આヘર્ય થાય છે કે એક દુલ્હન આ રીતે પરિણીત પુરુષ સાથે કેવી રીતે ભાગી શકે છે? પોલીસે ફરિયાદના આધારે કાર્યવાહી પણ શરૂ કરી છે. બિરનો પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જે જણાવ્યું હતું કે કેસ નોંધવામાં આવ્યો છે અને આરોપીની શોધ ચાલી રહી છે. ટૂંક સમયમાં તેની ધરપકડ કરવામાં આવશે.(૩૮.૧૩)
(9:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
