News of Saturday, 7th June 2025
ભારતની ગરીબીમાં જબરદસ્ત ઘટાડોઃ લાખો લોકો ગરીબી રેખામાંથી બહાર!
વિશ્વ બેંકના નવા માપદંડ છતાં : ગરીબી રેખા નીચે જીવતા લોકોની સંખ્યા ૨૦૫.૯૩ મિલિયનથી ઘટીને ૩૩.૬૬ મિલિયન થઈ હતી

નવી દિલ્હી તા.૭: વિશ્વ બેંકે તાજેતરમાં તેની ગરીબી રેખાની સીમાને સંશોધિત કરીને ઼૨.૧૫ પ્રતિ દિવસથી વધારીને ઼૩ પ્રતિ દિવસ કરી છે. ગરીબી રેખાના નવા ધોરણો અનુસાર, ભારતમાં અત્યંત ગરીબીના દરમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે.
વિશ્વ બેંકના આંકડા મુજબ, ૨૦૧૧-૧૨માં ૨૭.૧% ની અત્યંત ગરીબી દર ૨૦૨૨-૨૩માં ઘટીને માત્ર ૫.૩% થઈ ગયો છે. જેનો અર્થ એ છે કે અત્યંત ગરીબીમાં જીવન જીવનારા લોકોનો વર્ગ ૩૪૪.૪૭ મિલિયનથી ઘટીને ૭૫.૨૪ મિલિયન થઈ ગયો છે
જૂના માપદંડ અનુસાર પણ, ભારતમાં અત્યંત ગરીબી ૨૦૧૧-૧૨માં ૧૬.૨% થી ઘટીને ૨૦૨૨માં ૨.૩% થઈ હતી, જેમાં આ ગરીબી રેખા નીચે જીવતા લોકોની સંખ્યા ૨૦૫.૯૩ મિલિયનથી ઘટીને ૩૩.૬૬ મિલિયન થઈ હતી. નવી ઼૩ પ્રતિ દિવસની મર્યાદા હોવા છતાં, ભારતે ગરીબીના આંકડાને સ્થિર રાખીને પ્રભાવશાળી પ્રદર્શન કર્યું છે.
ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં સુધાર
વિશ્વ બેંકે નિમ્ન-મધ્યમ આવકવાળા દેશો (LMIC) માટે ગરીબી રેખાને ઼૩.૬૫ પ્રતિ દિવસથી સંશોધિત કરીને ૨૦૨૧ની કિંમતો પર ઼૪.૨૦ પ્રતિ દિવસ કરી છે.
આ નવા માપદંડ હેઠળ પણ, ભારતનો ગરીબી દર ૨૦૨૨-૨૩માં ૨૮.૧% થી ઘટીને ૨૩.૯% થઈ ગયો છે. ગ્રામીણ વિસ્તારોમાં ગરીબી ૬૯% થી ઘટીને ૩૨.૫% અને શહેરી વિસ્તારોમાં ૪૩.૫% થી ઘટીને ૧૭.૨% થઈ છે.
નીતિ આયોગની ભૂમિકા અને આર્થિક પ્રગતિ
વિશ્વ બેંકના બહુઆયામી ગરીબી સૂચકાંક (MPI) અનુસાર, ભારતમાં નોન-મોનેટરી ગરીબી ૨૦૦૫-૦૬માં ૫૩.૮% થી ઘટીને ૨૦૨૨-૨૩માં ૧૫.૫% થઈ છે. નીતિ આયોગ મુજબ, બહુઆયામી ગરીબીમાં રહેતી ભારતની વસ્તી ૨૦૧૩-૧૪માં ૨૯.૧૭% થી ઘટીને ૨૦૨૨-૨૩માં ૧૧.૨૮% થઈ છે.
૨૦૨૩-૨૪ના ઘરેલું ઉપભોગ ખર્ચ સર્વેક્ષણ (HCES)ના આંકડા ભારતમાં માસિક વપરાશમાં થયેલા વધારાને દર્શાવે છે. ગ્રામીણ વિસ્તારોમાં માથાદીઠ માસિક વપરાશ ખર્ચ ૨૦૧૧-૧૨માં રૂા.૧,૪૩૦ થી વધીને ૨૦૨૩-૨૪માં રૂા.૨,૦૭૯ થયો છે, જે ૪૫.૪્રુનો વધારો છે. શહેરી વિસ્તારોમાં તે રૂા.૨,૬૩૦ થી ૩૮% વધીને રૂા.૩,૬૩૨ થયો છે.(૩૮.૧૦)
(9:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
