<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th June 2025

હું ભાગેડુ હોઈ શકું છું, પણ ચોર નહીં: સરકારે ૧૪૦૦૧ કરોડ વસૂલ કર્યા

વિજય માલ્‍યા ભારત પાછા ફરવા તૈયાર

 

 

લંડન, તા.૭: બેંક લોન ચૂકવ્‍યા વિના વિદેશ ભાગી ગયેલા માલ્‍યાએ રાજ શમાણી સાથે લગભગ ચાર કલાકના પોડકાસ્‍ટમાં કહ્યું કે તે અચાનક દેશ છોડીને ભાગી ગયો નથી પરંતુ તત્‍કાલીન નાણામંત્રી અરુણ જેટલીને જાણ કર્યા પછી નિશ્‍ચિત વિદેશ પ્રવાસ પર ગયો હતો.

લંડનમાં લગભગ ૯૦૦૦ કરોડની બેંક લોન છેતરપિંડી બાદ ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્‍યાએ કહ્યું છે કે તે ચોર નથી, મને હજુ પણ ભાગેડુ કહી શકાય કારણ કે હું ૨૦૧૬ પછી ભારત પાછો ફર્યો નથી. તેમણે કહ્યું કે જો તેમને તેમના દેશમાં ન્‍યાયી ટ્રાયલ અને સન્‍માનજનક જીવનની ખાતરી આપવામાં આવે, તો તેઓ ભારત પાછા ફરવાનું ગંભીરતાથી વિચારશે.

બેંક લોન ચૂકવ્‍યા વિના વિદેશ ભાગી ગયેલા માલ્‍યાએ રાજ શમાણી સાથે લગભગ ચાર કલાકના પોડકાસ્‍ટમાં કહ્યું કે તેઓ અચાનક દેશ છોડીને ભાગી ગયા નથી પરંતુ તત્‍કાલીન નાણામંત્રી અરુણ જેટલીને જાણ કર્યા પછી નિશ્‍ચિત વિદેશ પ્રવાસ પર ગયા હતા. કેટલાક કારણોસર તે પોતાના દેશ પરત ફરી શકયો નહીં અને બાદમાં તેનો પાસપોર્ટ રદ કરવામાં આવ્‍યો. માલ્‍યાએ કહ્યું કે કિંગફિશરને બચાવવા માટે લેવામાં આવેલી ૬૨૦૩.૩૫ કરોડ રૂપિયાની લોન તેમના પર બાકી હતી પરંતુ ભારત સરકારના જણાવ્‍યા મુજબ, ૧૪૦૦૧ કરોડ રૂપિયા વસૂલ કરવામાં આવ્‍યા છે.(૨૩.૫)

(10:17 AM IST)