News of Saturday, 7th June 2025
૪૫ કિલો સોનાથી ચમકી રહ્યું છે અયોધ્યાનું રામ મંદિર
સોનુ મુખ્યત્વે મંદિરના ભૂતળના દરવાજા અને ભગવાન રામના સિંહાસનને સજાવવા માટે ઉપયોગ કરવામાં આવ્યો છે

અયોધ્યા તા.૭: અયોધ્યામાં બની રહેલાં ભવ્ય રામ મંદિરમાં અત્યાર સુધી ૪૫ કિલોગ્રામ સોનાનો ઉપયોગ કરાઈ ચૂકયો છે. રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નળપેન્દ્ર મિશ્રાએ ખુદ શુક્રવારે આ વાતની માહિતી આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે એક દિવસ પહેલાં જ મંદિર પરિસરના પહેલા માળ પર રામ દરબારની પ્રાણ પ્રતિષ્ઠા સંપન્ન થઈ હતી.
નળપેન્દ્ર મિશ્રાએ જણાવ્યું હતું કે આ સોનાની અંદાજિત કિંમત ૫૦ કરોડ રૂપિયા છે, જેમાં ટેક્સનો સમાવેશ નથી થતો. આ સોનુ મુખ્યત્વે મંદિરના ભૂતળના દરવાજા અને ભગવાન રામના સિંહાસનને સજાવવા માટે ઉપયોગ કરવામાં આવ્યો છે, તેમણે એવું પણ જણાવ્યું હતું કે શેષાવતાર મંદિરમાં આજે અત્યારે પણ સોનાનું કામ પણ ચાલી રહ્યું છે.
મંદિરનું મોટાભાગનું કામ પૂરું થઈ ગયું છે, પણ મ્યુઝિયમ, ઓડિટોરિયમ અને ગેસ્ટ હાઉસ સહિત અન્ય ભાગનું કામ ચાલી રહ્યું છે અને ડિસેમ્બર, ૨૦૨૫ સુધી પુરું થવાનો અંદાજ છે. રામ દરબારની પ્રાણ પ્રતિષ્ઠા બાદ હવે ભક્તો માટે આ પવિત્ર સ્થળની દર્શનની પ્રક્રિયા મર્યાદિત રીતે નિયંત્રિત કરવામાં આવી રહી છે. હાલમાં મર્યાદિત સંખ્યામાં શ્રદ્ધાળુઓના પ્રવેશની અનુમતિ આપવામાં આવી છે અને એ માટે નિઃશુલ્ક પાસ આપવામાં આવી રહ્યા છે.
રામ મંદિર ટ્રસ્ટના સચિવ ચંપતરાયે જણાવ્યું હતું કે ગુરુવારે મંદિર પરિસરમાં કુલ સાત મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. પહેલા માળ પર ગર્ભગળહની ઉપર મધ્યમાં રામ દરબારની સ્થાપના કરવામાં આવી છે. ઉત્તર-પૂર્વમાં શિવલિંગ, દક્ષિણ-પૂર્વમાં ગણપતિ, દરિક્ષ દિશાના મધ્યમાં હનુમાનજી, દક્ષિણ-પヘમિમાં સૂર્યદેવ, ઉત્તર-પヘમિમાં ભગવતી અને ઉત્તર દિશામાં મધ્યમાં અન્નપૂર્ણા માતાની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે.(૩૮.૨૦)
(10:19 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
