News of Saturday, 7th June 2025
કોહલી વિરુદ્ધ સામાજિક કાર્યકર્તાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી
બેંગલુરુ ભાગદોડ મામલે

બેંગલુરુ તા.૭: ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી વિરુદ્ધ બેંગલુરુના કબ્બન પાર્ક પોલીસ સ્ટેશનમાં એક ઔપચારિક ફરિયાદ નોંધાઈ ગઈ છે. આ ફરિયાદ સિનિયર સામાજિક કાર્યકર્તા એચ.એમ. વેંકટેશ દ્વારા નોંધવામાં આવી છે.
ફરિયાદ મળ્યા બાદ પોલીસ વિભાગ તરફથી સ્પષ્ટીકરણ પત્ર જાહેર કરવામાં આવ્યો છે. પોલીસે સ્પષ્ટ કહ્યું કે, વેંકટેશ દ્વારા નોંધવામાં આવેલી ફરિયાદ પહેલાથી જ ૧૨૩/૨૦૨૫ અંતર્ગત મામલો કબ્બન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલો છે અને આ મામલે તપાસ ચાલી રહી છે.
પોલીસ દ્વારા જાહેર કરવામાં આવેલા સત્તાવાર પત્રમાં કહેવાયું છે કે, ‘‘આપના દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલી ફરિયાદ મળી છે. આપની ફરિયાદમાં ઉલ્લેખિત ઘટનાના સંબંધમાં પહેલા જ Crime No. ૧૨૩/૨૦૨૫ અંતર્ગત મામલો નોંધાઈ ચૂકયો છે અને તપાસ પ્રક્રિયા ચાલી રહી છે. તેથી આપની ફરિયાદ પણ આ જ ક્રમમાં તપાસ કરવામાં આવશે.''
આ ઘટનાથી એ સ્પષ્ટ થાય છે કે વિરાટ કોહલી વિરુદ્ધ કરવામાં આવેલી ફરિયાદને પોલીસ ગંભીરતાથી લઈ રહી છે અને તપાસ અંતર્ગત સમાવેશ કરી રહી છે. હાલમાં આ ફરિયાદમાં ઉઠાવવામાં આવેલા મુદ્દાની પ્રકળતિ અને આરોપોનું વિવરણ સામે નથી આવ્યું. જેમ જેમ તપાસ આગળ વધશે, તેમ તેમ તેના પર વિવરણ સામે આવવાની સંભાવના છે. પોલીસનું કહેવું છે કે, ન્યાયિક પ્રક્રિયા અંતર્ગત તપાસ નિષ્પક્ષ રીતે કરવામાં આવશે.
આપને જણાવી દઈએ કે, બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ નજીકની સાંજે થયેલી ભાગદોડમાં ૧૧ લોકોનાં મોત થયાં અને કેટલાય ઘાયલ થવાના મામલામાં કબ્બન પાર્ક પોલીસ સ્ટેશનમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ, ડીએનએ એન્ટરટેનમેન્ટ નેટવર્ક્સ, કર્ણાટક રાજ્ય ક્રિકેટ સંઘ અને અન્ય અજાણ્યા લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી. (૩૮.૧૮)
(4:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
