News of Saturday, 7th June 2025
અગાઉ પિકચર બતાવતા અને વાસ્તવિકતા અલગ હતી,હવે પિકચર મુજબનું વાસ્તવિક જોવા મળે છે : ભુપેન્દ્રભાઈ પટેલ
મુખ્યમંત્રીએ જામનગરના પ્રવાસ દરમિયાન અનેક વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૭ : મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આજે જામનગરના પ્રવાસે હતા તેઓએ અનેક વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. આ તકે ભુપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે શહેરી વિકાસ વર્ષ અંતર્ગત જરૂરિયાત મુજબનું આયોજન થઈ રહ્યું છે.30,000 કરોડ શહેરી વિકાસ માટે આ વર્ષે લીધા છે.શહેરના વિકાસમાં સુખાકારી માટે વડાપ્રધાનના વિઝનથી વધુ કામો કરવા કટિબદ્ધ છીએ. અગાઉ પિકચર બતાવતા અને વાસ્તવિકતા અલગ હતી.હવે પિકચર મુજબનું વાસ્તવિક જોવા મળે છે.વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી જ્યારે કેન્દ્ર સરકારની સત્તા સંભાળી ત્યારે આપણે ચોથા સ્થાને હતા જે આજે વિશ્વમાં ત્રીજા સ્થાને પહોંચ્યા છીએ.
(1:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
