<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th June 2025

મોટો ખળભળાટ :મોટા વાઈફ સ્વેપિંગ કૌભાંડમાં 27 લોકો પત્નીની અદલાબદલી કરી જાતિય સુખ માણતાં ઝડપાયાં

ઇન્સ્ટગ્રામ પેજ શોધી કાઢ્યું જ્યાં લોકો મેટ્રો સ્ટેશનો અને ખાનગી સ્થળોએ પાર્ટનર એક્સચેન્જ પાર્ટીઓ ગોઠવતાં : ઈરાકી સિક્યુરીટી એજન્સીઓ આ તમામ લોકોની ધરપકકડ કરીને મોટું કૌભાંડ ખુલ્લું પાડ્યું

નવી દિલ્હી : પાર્ટનરની અદલાબદલી કરીને સેક્સ માણવાનું ચલણ વધી રહ્યું છે. ભારતમાં તો છાસવારે પાર્ટનર એક્સચેન્જ પાર્ટીઓ થતી હોય છે અને સમાચારોમાં છવાયેલી રહેતી હોય છે વર્લ્ડમાં પણ આ ખેલ નવો નથી. વાઈફ સ્વેપિંગ પાર્ટીનું ભૂત ફરી ધૂણ્યું છે. ભારતથી ઘણે દૂર છેક ઈરાકમાં પત્નીની અદલાબદલીનું એક મોટું કૌભાંડ સામે આવ્યું છે. ઈરાકના બસરા સિટીમાં સામે આવેલા એક મોટા વાઈફ સ્વેપિંગ કૌભાંડમાં 27 લોકો પત્નીની અદલાબદલી કરીને જાતિય સુખ માણતાં ઝડપાયાં હતા. ઈરાકી સિક્યુરીટી એજન્સીઓ આ તમામ લોકોની ધરપકકડ કરીને મોટું કૌભાંડ ખુલ્લું પાડ્યું છે

    સિક્યુરીટી એજન્સીઓના સિનિયર અધિકારીઓએ એવી જાણકારી આપી કે પકડાયેલા લોકો ખાનગી સ્થળો અને રિસોર્ટમાં પાર્ટનર એક્સચેન્જની પાર્ટીઓ ગોઠવતાં હતા અને નંબર પાડીને બીજાની પત્નીઓ સાથે સેક્સ માણતાં હતા. 

 અધિકારીઓએ એક ઇન્સ્ટાગ્રામ પેજ શોધી કાઢ્યું જ્યાં આવા લોકો મેટ્રો સ્ટેશનો અને ખાનગી સ્થળોએ પાર્ટનર એક્સચેન્જ પાર્ટીઓ ગોઠવતાં. અધિકારીઓએ એક અઠવાડિયા સુધી ઈન્સ્ટાગ્રામ પેજ પર નજર રાખી અને બધી તૈયારી બાદ વહેલી સવારે દરોડા પાડ્યાં હતા. દરોડા વખતે અધિકારીઓએ ફોન, હાર્ડ ડ્રાઈવ અને સ્ક્રીનશોટ જપ્ત કર્યા હતા. 

   હાલમાં ઈરાકી કાયદા હેઠળ સંમતિથી પાર્ટનર એક્સચેન્જ પર કોઈ પ્રતિબંધ નથી. એટલે તેઓ એકબીજા સાથે સંમતિથી સેક્સ માણી શકે છે જોકે તેને માટે અમુક નિયમો હોય છે અને નિયમોનો ભંગ થાય તો ગુનો બને છે. 

ઈરાકી સિક્યુરીટી એજન્સીઓએ એવો પણ ખુલાસો કર્યો છે ઈન્સ્ટા પર જે વાઈફ એક્સચેન્જ પેજ ચાલતું હતું તેના 5,000 ફોલોવર્સ હતા અર્થાત આ બધા લોકો કોઈને કોઈ રીતે વાઈફ એક્સચેન્જમાં રસ ધરાવતાં હતા.

 

(6:41 PM IST)