News of Sunday, 8th June 2025
છત્તીસગઢના બીજાપુરમાં નક્સલવાદ પર મોટો પ્રહાર: ૨ ટોચના કમાન્ડરો સહિત ૭ નક્સલી ઠાર

રાયપુર/બીજાપુર: છત્તીસગઢમાં નક્સલવાદ વિરુદ્ધ સુરક્ષા દળોનું અભિયાન વધુ તેજ બન્યું છે. રાજ્યના બીજાપુર જિલ્લામાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે થયેલી અથડામણમાં ૨ ટોચના નક્સલી કમાન્ડરો સહિત કુલ ૭ નક્સલવાદીઓને ઠાર મારવામાં આવ્યા છે. આ ઘટના બીજાપુરના ગંગલુર પોલીસ સ્ટેશન વિસ્તારના એક જંગલ વિસ્તારમાં બની હતી.
મળતી માહિતી મુજબ, ગુપ્તચર માહિતીના આધારે સીઆરપીએફ, કોબરા બટાલિયન અને છત્તીસગઢ પોલીસની સંયુક્ત ટીમે આ ઓપરેશન હાથ ધર્યું હતું. અથડામણ સ્થળેથી મોટી માત્રામાં હથિયારો અને વિસ્ફોટકો પણ જપ્ત કરવામાં આવ્યા છે.
પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, ઠાર કરાયેલા નક્સલવાદીઓ ઘણા ગંભીર ગુનાઓમાં સામેલ હતા અને તેમના માથા પર મોટા ઇનામ હતા. આ સફળ ઓપરેશનને નક્સલવાદ વિરુદ્ધની લડાઈમાં એક મોટી જીત માનવામાં આવી રહી છે, કારણ કે આનાથી નક્સલવાદીઓની કમર તૂટી છે અને વિસ્તારમાં શાંતિ સ્થાપિત કરવામાં મદદ મળશે.
(11:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
