<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th June 2025

સુઝલોન એનર્જીમાં મોટી બ્લોક ડીલ થઈ શકે: પ્રમોટર્સ 20 કરોડ શેર વેચી શકે: બજારમાં જોવા મળશે અસર

આ બ્લોક ડીલ વર્તમાન બજાર ભાવથી 2 ટકાના ડિસ્કાઉન્ટ પર થવાની અપેક્ષા

BSE 100માં સમાવેશ ધરાવતી સુઝલોન એનર્જીમાં સોમવારે એક મોટી બ્લોક ડીલ થઈ શકે છે. સીએનબીસીના અહેવાલ પ્રમાણે પ્રમોટર્સ આ ડીલ દ્વારા મોટા હિસ્સાનું વેચાણ કરી શકે છે.

અહેવાલ પ્રમાણે સોમવારે થનારા બ્લોક ડીલનું કદ રૂપિયા 1,300 કરોડ હોઈ શકે છે. આ ડીલ દ્વારા પ્રમોટર્સ 20 કરોડ શેર વેચી શકે છે. આ બ્લોક ડીલ વર્તમાન બજાર ભાવથી 2 ટકાના ડિસ્કાઉન્ટ પર થવાની અપેક્ષા છે. અલબત આ અંગે સુઝલોન તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.

શુક્રવારના રોજ સુઝલોન એનર્જીના શેરની કિંમતમાં નજીવો ઘટાડો થયો હતો અને તે રૂપિયા 66.74 પર બંધ થયા હતો. એક વર્ષ પહેલા આ સ્ટોક રૂપિ 50ના સ્તરથી નીચે હતો. શેરનું વર્ષની સર્વોચ્ચ સપાટી રૂપિયા 86 અને વર્ષની સૌથી નીચી સપાટી 46 હતી.

(7:23 PM IST)