News of Sunday, 8th June 2025
ફ્લાઇટના મુસાફરોમાં પણ ચિનાબ બ્રિજ નિહાળવાનો જબરો ક્રેઝ : વિમાનોમાં થઈ રહ્યું છે ખાસ એનાઉસમેન્ટ
વિમાનના મુસાફરોમાં ચિનાબ પુલના ફોટા લેવા માટે ઉત્સુકતા :ફ્લાઇટના પાઇલટ્સ ખાસ જાહેરાતો કરે છે :વિમાનમાંથી બ્રિજ નિહાળી મુસાફરો સ્મિત કરે છે, તાળીઓ પાડે છે અને ભારતીય એન્જિનિયરિંગની તેજસ્વીતાની પ્રશંસા કરે છે.

જમ્મુ અને કાશ્મીરમાં ચિનાબ નદી પર વિશ્વનો સૌથી ઊંચો રેલવે પુલ શ્રીનગર તરફ જતી ફ્લાઈટના મુસાફરો માટે હવે ક્રેઝ બની ગયો છે. ફ્લાઇટના પાઇલટ્સ ખાસ જાહેરાતો કરી રહ્યા છે અને મુસાફરો ચિનાબ પુલના ફોટા લેવા માટે ઉત્સુકતા બતાવી રહ્યા છે, જે વિશ્વનો સૌથી ઊંચો રેલવે આર્ચ બ્રિજ છે.
કુલ 1,315 મીટર લાંબા રેલવે પુલનું ઉદ્ઘાટન 6 જૂનના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું હતું. રેલવે બોર્ડના માહિતી અને પ્રચારના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર દિલીપ કુમારે રવિવારે જણાવ્યું હતું કે ચિનાબ પુલ દરેક ઊંચાઈથી પ્રશંસાનું કેન્દ્ર બની રહ્યો છે. આ દિવસોમાં જમ્મુ અને કાશ્મીરની ભવ્ય ખીણો પરથી પસાર થતી દરેક ફ્લાઇટ એક ખાસ ક્ષણ જોઈ રહી છે. જેમ જેમ વિમાન ચિનાબ ખીણની નજીક આવે છે, તેમ તેમ કેબિનમાં પાઇલટનો અવાજ ગુંજી ઉઠે છે, 'તમારી નીચે વિશ્વનો સૌથી ઊંચો રેલવે-આર્ચ બ્રિજ ચિનાબ બ્રિજ છે.
જાહેરાત થતાં જ, મુસાફરો બારીઓ બહાર જુએ છે અને પોતાના મોબાઇલ ફોન પર ફોટા લેવા અને વિડિયો રેકોર્ડ કરવાનું શરૂ કરે છે. કેબિનમાં ગર્વની લહેર છવાઈ જાય છે. મુસાફરો સ્મિત કરે છે, તાળીઓ પાડે છે અને ભારતીય એન્જિનિયરિંગની તેજસ્વીતાની પ્રશંસા કરે છે.
(10:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
