<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th June 2025

મણિપુરમાં ફરી તંગદિલી : મૈતેઇ સમુદાયના લીડરની ધરપકડથી સ્થિતિ વણસી: 5 જિલ્લામાં ઈન્ટરનેટ બંધ

ઇમ્ફાલ પશ્ચિમ, ઇમ્ફાલ પૂર્વ, થૌબલ, કાકચિંગ અને વિષ્ણુપુર એમાં પાંચ જિલ્લાઓમાં પાંચ દિવસ માટે ઈન્ટરનેટ સેવા બંધ

મણિપુરમાં ફરી એકવાર સ્થિતિ તણાવપૂર્ણ બની રહી છે. અહેવાલ છે કે મૈતેઇ નેતાઓની ધરપકડ બાદ ઘણા વિસ્તારોમાં વિરોધ પ્રદર્શનો શરૂ થઈ ગયા હતા. પરિસ્થિતિને જોતા, મણિપુર સરકારે રાજ્યના ઇમ્ફાલ પશ્ચિમ, ઇમ્ફાલ પૂર્વ, થૌબલ, કાકચિંગ અને વિષ્ણુપુર એમાં પાંચ જિલ્લાઓમાં પાંચ દિવસ માટે ઈન્ટરનેટ સેવા બંધ કરી દીધી છે. આ સાથે જ આ જિલ્લાઓમાં વધુ લોકોને એકઠા થવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે

રાજ્યમાં વધતા તણાવ અને અફવાઓથી બચવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારને આશંકા છે કે કેટલાક લોકો સોશિયલ મીડિયા પર ભડકાઉ સંદેશાઓ અને ખોટા સમાચાર ફેલાવીને વાતાવરણ બગાડી શકે છે. સરકારના આદેશમાં કહેવામાં આવ્યું છે કે, 'આનાથી લોકોના જીવને જોખમ, સંપત્તિને નુકસાન અને સાંપ્રદાયિક તણાવ ફેલાઈ શકે છે. તેથી, મોબાઇલ ઇન્ટરનેટ, સોશિયલ મીડિયા એપ્સ, VPN, ડોંગલ જેવી સેવાઓ રાત્રે 11:45 વાગ્યાથી બંધ કરી દેવામાં આવી છે


 

(11:29 PM IST)