<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th June 2025

શુભાંશુ શુક્‍લા સ્‍પેસ સ્‍ટેશન પર મગની દાળનો હલવો, કેરીનો રસ સહિતની વાનગી લઈ જશે

રાકેશ શર્ર્મા પછી અવકાશ ઉડાન ભરનાર બીજા ભારતીય અવકાશયાત્રી : એક્‍સિઓમ સ્‍પેસના એક્‍સ-૪ મિશનમાં ૧૦ જૂને અવકાશ માટે ઉડાન ભરશે

લખનૌ તા.૯: વિંગ કમાન્‍ડર રાકેશ શર્માના ૧૯૮૪ના મિશનના આશરે ૪૧ વર્ષ પછી ભારત અવકાશમાં ઐતિહાસિક વાપસી કરવા સજ્જ બન્‍યું છે. ભારતીય એરફોર્સના પાઇલટ અને ગ્રુપ કેપ્‍ટન શુભાંશુ શુક્‍લા એક્‍સિઓમ સ્‍પેસના એક્‍સ-૪ મિશનના ભાગ રૂપે ૧૦ જૂને અમેરિકાના ફ્‌લોરિડા ખાતેના કેનેડી સ્‍પેસ સેન્‍ટરથી ઉડાન ભરશે. શુભાંશુ શુકલાની સાથે બીજા ત્રણ અવકાશયાત્રીઓ પણ ઇન્‍ટરનેશનલ સ્‍પેસ સ્‍ટેશન (આઇએસએસ) જશે. તેઓ ૨૮ કલાકની સફર પછી ૧૧ જૂને સ્‍પેસ સ્‍ટેશન પર પહોંચશે.

૩૯ વર્ષીય શુભાંશુ શુક્‍લાના વતન લખનૌ (યુપી)માં તેમનો પરિવાર સફળ મિશન માટે પ્રાર્થના કરી રહ્યો છે. વિંગ કમાન્‍ડર રાકેશ શર્માના ૧૯૮૪ના મિશન પછી અવકાશ ઉડાન ભરનાર શુભાંશુ શુકલા બીજા ભારતીય અવકાશયાત્રી બનશે. લખનૌ સ્‍થિત શુભાંશુની બહેન સુચી શુક્‍લાએ જણાવ્‍યું હતું કે તેમને છેલ્લા એક પખવાડિયાથી ક્‍વોરેન્‍ટાઇનમાં રાખવામાં આવ્‍યા છે, પરંતુ દિવસમાં એકવાર તેઓ અમારી સાથે ગ્રુપ કોલ માટે જોડાય છે. તેમની પત્‍ની ડૉ. કામના શુભા શુક્‍લા અને પાંચ વર્ષનો પુત્ર ફ્‌લોરિડામાં તેમની સાથે છે. અમે બધા ખૂબ જ ઉત્‍સાહિત છીએ અને સાથે-સાથે ખૂબ જ નર્વસ પણ છીએ. તેઓ ખૂબ જ આશાવાદી છે અને ઇચ્‍છે છે કે આ મિશન આગામી પેઢીઓ માટે પ્રેરણારૂપ બને.

સુચી શુક્‍લાએ જણાવ્‍યું હતું કે શુભાંશુ પોતાની સાથે કેટલીક ભારતીય વાનગીઓ લઈ જશે. તેઓ મગની દાળનો હલવો, ગાજરનો હલવો, કેરીનો રસ અને રાઇસ લઇ જશે. તેઓ અન્‍ય અવકાશયાત્રીઓ સાથે પણ આ સ્‍વાદિષ્ટ વાનગીઓ શેર કરવા માટે ઉત્‍સાહિત છે. ભારતીય ભોજનમાં મસાલાનું પ્રમાણ વધુ હોવાથી ઘણી વાનગીઓ લઈ જવાની પરવાનગી મળી ન હતી. પરંતુ અંતે કેટલીક વાનગીની મંજૂરી મળી છે. તેઓ ફિટનેસના શોખીન છે અને યોગમાં ખૂબ જ રસ ધરાવે છે, તેથી મને ખાતરી છે કે તે તેને સંતુલિત કરશે.

શુભાંશુના પિતા શંભુ દયાળ શુક્‍લા નિવળત્ત સરકારી કર્મચારી છે. શંભુ દયાળ શુક્‍લાએ જણાવ્‍યું હતું કે મિશનની સફળતા માટે પ્રાર્થના કરવા માટે સત્‍યનારાયણ સ્‍વામી કથા અને હવનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આખો પરિવાર તેના માટે -ાર્થના કરી રહ્યો છે અને અમને બધાને ખૂબ જ આત્‍મવિશ્વાસ છે. અબ ડર નહીં લગ રહા હૈ. અમે ખુશ છીએ કે તેનું નામ ઇતિહાસના પુસ્‍તકોમાં અંકિત થશે. શુભાંશુની માતા આસ્‍થા શુક્‍લાએ જણાવ્‍યું હતું કે ‘વો ખુદ બહુ ઉત્‍સાહિત હૈ કી વો ભારત કે લિયે કુછ નયા કરને જા રહા હૈ. બસ જલદી સે મિશન ખતમ કર કે વાપસ આ જાયે.'(૩૮.૩)

(9:49 AM IST)