<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th June 2025

તને બહુ પ્રેમ કરું છું: વિશ્વાસમાં આવી ગઈ છોકરી, પછી સાળા બનેવીએ ચાલતી કારમાં હવસ મિટાવી

મધ્‍ય પ્રદેશના જબલપુરના ગોસલપુરમાં ૧૬ વર્ષની સગીર છોકરી સાથે ચાલતી કારમાં હવસ મિટાવી દીકરીની આબરું લૂંટવાનો કિસ્‍સો સામે આવ્‍યો છે : આ ઘટનામાં પોલીસ ફરિયાદ થતાં સાળા બનેવીની ધરપકડ કરી લીધી છે

 

 

જબલપુર, તા.૯: મધ્‍ય પ્રદેશના જબલપુરમાંથી એક ચોંકાવનારો કિસ્‍સો સામે આવ્‍યો છે. ગોસલપુર પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં ચાલતી કારમાંથી સગીર સાથે દુષ્‍કર્મનો મામલો સામે આવ્‍યો છે. જાણકારી અનુસાર, ગોસલપુરની રહેવાસી ૧૬ વર્ષની સગીર થોડા સમય પહેલા સિહોરામાં પોતાના સંબંધીને ત્‍યાં ગઈ હતી. અહીં તેની મુલાકાત ઋતિક પટેલ નામના યુવક સાથે થઈ હતી. ઋતિક પણ ગોસલપુરનો જ રહેવાસી છે. આ કારણે સગીર અને આરોપી ઋતિક વચ્‍ચે દોસ્‍તી થઈ. ત્‍યારબાદ બંને ફોન પર વાત કરવા લાગ્‍યા. થોડા સમય પહેલા ઋતિક કાર લઈને સગીરના ગામડે પહોંચ્‍યો અને પોતાની સાથે ફરવા આવવા કહ્યું.

સગીર કેમ કે તેને પહેલાથી જાણતી હતી, એટલા માટે તેના પર વિશ્વાસ મૂકીને સાથે ગઈ. કારમાં ઋતિકનો સાળો કાન્‍હા પટેલ પણ હતો. ઋતિકે પહેલા ચાલતી કારમાં સગીર સાથે પ્રપોઝ કર્યું અને પછી દુષ્‍કર્મ કર્યું. પછી સિહોરાના એક કેફેમાં જઈને પોતાની હવસનો શિકાર બનાવી.

સિહોરાથી પરત ફરતા ઋતિકના સાળા કાન્‍હાએ પણ તેની સાથે જબરદસ્‍તી કરવાની કોશિશ કરી, પણ સગીરે વિરોધ કરતા તેમાં સફળ થઈ શકયો નહીં. સગીરને તેના ઘર પાસે છોડી સાળા-બનેવીએ તેને ધમકી આપી કે જો કોઈને વાત કરી તો જાનથી મારી નાખીશું.

જો કે, આ ઘટના બાદ સગીર બાળકી થોડા દિવસથી ડરેલી રહી, પણ આ દરમિયાન ઋતિક અવારનવાર સગીરને ફોન કરીને પરેશાન કરતો રહ્યો. ત્‍યારબાદ સગીર બાળકીએ આખી વાત પોતાની માતાને જણાવી. સગીરની માએ તેની સાથે ગોસલપુર પોલીસ સ્‍ટેશનમાં પહોંચી FIR નોંધાવી. પછી પોલીસે તાત્‍કાલિક કાર્યવાહી કરી બંને આરોપીઓની ધરપકડ કરી. (રર.૩)

(2:08 PM IST)