<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th June 2025

કેનેડાના ટોરોન્ટોમાં સ્વામિનારાયણ હિન્દુ મંદિરનો મુર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો

વડતાલ ગાદીના 1008 શ્રી આચાર્ય અજેન્દ્રપ્રસાદજીમહારાજના આશીર્વાદથી 108 ભાવિ આચાર્ય શ્રીનૃગેન્દ્રપ્રસાદજીમહારાજ તથા બાળ લાલજી શ્રી યજ્ઞેન્દ્રપ્રસાદજી મહારાજના હસ્તે પૂજન વિધિ:અમેરિકાનાં સ્ક્રેન્ટન સ્વામિનારાયણ મંદિર ખાતે 11 મો પાટોત્સવની તા.2/7/25 થી તા.6/7/25 સુધી ભવ્ય ઉજવણી કરાશે

(વિજય વસાણી દ્વારા)ઞાંધીનઞર તા.9  : કેનેડા દેશનાં ટોરોન્ટોમાં મુળ સ્વામિનારાયણ સંપ્રદાય વડતાલ ગાદીના બિજા શ્રી સ્વામિનારાયણ હિન્દુ મંદિરનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો.

કેનેડા દેશમાં પ્રથમ મંદિર કેલગરી ખાતે ઞત તા.30/6/2024 નાં રોજ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો બાદ 

કેનેડામાં વસતા સનાતન ધર્મનાં યુવાનો અને ભક્તોનાં પરીવારમાં સત્સંગ અને સંસ્કૃતિ જળવાઈ રહે તેવા હેતુથી બિજુ મંદિર ટોરોન્ટો ખાતે વડતાલ ગાદીના 1008 શ્રી આચાર્ય અજેન્દ્રપ્રસાદજીમહારાજના આશીર્વાદથી 108 ભાવિ આચાર્ય શ્રીનૃગેન્દ્રપ્રસાદજીમહારાજ તથા બાળ લાલજી શ્રી યજ્ઞેન્દ્રપ્રસાદજી મહારાજના વરદ્ હસ્તે વેદોક્ત વિધિ સાથે શ્રી સ્વામિનારાયણ હિન્દુ મંદિર ટોરોન્ટો (વડતાલ ધામ)નો સુંદર મુર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ઞઈ કાલે ઉજવવામાં આવ્યો હતો જેમાં ઠાકોરજી અને ધર્મકુળની શોભાયાત્રા સહિતની વિધી વેદોક્ત મંત્રોચ્ચાર સાથે પવિત્ર ભુદેવાના સાનિધ્યમાં કરવામાં આવી હતી.

આ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે શ્રીમદ્ ભાગવત દશમ સ્કંધ કથા નું આયોજન તા.4/6/25 થી તારીખ.8/6/25 સુધી કરવામાં આવ્યું હતું જેમા વક્તા પદે ગઢપુરનાં શાસ્ત્રી સ્વામી ઘનશ્યામવલ્લભદાસજીએ  કથાનું રસપાન કરાવ્યું હતું.

આ પ્રસંગે કેનેડા જેવા દેશમાં પણ મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યાં હતાં.સાથે અ.સૌ. વહુજીમહારાજ તથા શ્રી લાલીરાજાએ પધારી બહેનોને સત્સંગનો લાભ આપ્યો હતો.

આ પ્રસંગે કેનેડા ઓન્ટારીયોના પ્રાંતિય સંસદના સભ્ય અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર મંત્રીનાં સંસદીય સહાયક એવાં શ્રી અમરજોત સંધુ અને શ્રી સંજીવ સકલાની (કોન્સ્યુલ  ચાન્સરીના વડા (કોન્સ્યુલેટ જનરલ ઓફ ઈન્ડિયા, ટોરોન્ટો)

પણ ઉપસ્થિત રહ્યા હતા.

ટોરોન્ટો નૃતન મંદિર ખાતે મહોત્સવ માણવા 

પધારતા ભક્તો માટે મહિલા મંડળ દ્વારા સુંદર ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી આ વિદેશયાત્રામાં 

ગઢપુરથી શ્રી કે.પી.સ્વામી, 

વડતાલથી સ્વામી સર્વમંગલદાસજી તથા જનમંગલભગત સહિતના જોડાયા હતા.

વિદેશ યાત્રા દરમિયાન અમેરિકાનાં હુસ્ટન શ્રી સ્વામિનારાયણ હિન્દુ મંદિર ખાતે તા.16/6/25 થી તા.22/6/25 સુધી

શ્રીમદ્ સત્સંગિજીવન કથા અને વરજીનીયા ખાતે તા.24/6/25 થી તા.28/6/25 સુધી સત્સંગ શિબિર યોજવામાં આવી છે જેમાં મોટી સંખ્યામાં બાળકો સહિત મોટી સંખ્યામાં હરિભક્તો જોડાશે અને સનાતન હિન્દુ સંસ્કૃતિનાં મૂલ્યોને જીવનસાત કરશે.

આ ઉપરાંત અમેરિકાનાં સ્ક્રેન્ટન સ્વામિનારાયણ મંદિર ખાતે 11 મો પાટોત્સવની તા.2/7/25 થી તા.6/7/25 સુધી ભવ્ય ઉજવણી કરવામાં આવશે.

(10:31 AM IST)