News of Monday, 9th June 2025
જીવનના ઉથલ-પાથલથી શાંત રહેવાની શકિતશાળી ધ્યાન વિધીઓ

વિજ્ઞાન ભૈરવ તંત્ર- ૧૧૨ ધ્યાનની વિધીઓ ૭૨
આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૯ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર.
સ્થળઃ
ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ
મો.૯૪ર૭ર પ૪ર૭૬
વિધિ-૭૨:‘‘ભાવ કરો કે બ્રહ્માંડ એક પારદર્શી શાશ્વત ઉપસ્થિત છે''
અનેક અનેક રૂપોમાં અને રંગોમાં સર્વત્ર પ્રકાશ વ્યાત્પ છે. સર્વત્ર પ્રકાશ છે. એને જુઓ બધી જગાએ પ્રકાશ છે કારણ કે આખી સૃષ્ટિ પ્રકાશના આધારે ખડી છે. એક પાંદડા ને જુઓ, એક ફુલને જેઓ કે એક પથ્થરને જુઓ અને ગમે ત્યારે ખબર પડશે કે એમાંથી પ્રકાશનાં કિરણો નીકળી રહ્યા છે. બસ ધીરજથી રાહ જુઓ. ઉતાવળ ના કરો કારણ કે ઉતાવળમાં કશુંય પ્રગટ થશે. નહી. જયારે તમે ઉતાવળમાં હોવ તો તમે જડ બની જાઓ છો. કોઇ પણ વસ્તુ સાથે ધીરજથી પ્રતિક્ષા કરો અને તમને એક અદભૂત તથ્યનો સાક્ષાત્કાર થશે કે જે હંમેશાથી હાજર હતો. પરંતુ તેના પ્રત્યે તમે સહજ ન હતા, સાવચેત નહોંતા અને જેવી જ તમને એ શાશ્વત અસ્તિત્વની ઉપસ્થિતિ અનુભવ થશે તેવું જ તમારુ ચિત્ત શાંત અને મોૈન થઇ જશે. ત્યારે તમે એનો એક અંશમાત્ર હશો, કોઇ અદ્ભૂત સંગીતના એક સ્વર જેવો! પછી કોઇ ચિંતા રહેતી નથી, કોઇ તણાવ રહેતો નથી. બુંદ સાગરમાં પડી ગયું, ખોવાઇ ગયું. પરંતુ આરંભમાં એક મોટી કલ્પનાની જરૂર પડશે અને જો તમે સંવેદનશીલતા વધારવાનો બીજો કોઇ પ્રયોગ પણ કરતા હોય તો તે પણ મદદરૂપ થશે. તમે કેટલીય જાતના પ્રયોગ કરી શકો છો. કોઇનો હાથ તમારા હાથમાં લઇ લો, આંખો બંધ કરી દો અને બીજાના ભીતરના જીવનને મહેસુસ કરો. એને મહેસુસ કરો, એને પોતાની બાજુ વહેવા દો. કોઇ વૃક્ષ નજીક બેસો અને એની છાલને સ્પર્શ કરો. પોતાની આંખો બંધ કરી લો અને વૃક્ષમાં ઉઠતા જીવન-તત્વનો અનુભવ કરો અને તમને તરત બદલાવ અનુભવ થશે. (૩.૩)
- રજનીશના પ્રણામ
સંકલન-તથા ભાષાંતર
સ્વામી સત્યપ્રકાશજી
મો.૯૪ર૭ર પ૪ર૭૬
(11:10 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
