<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th June 2025

૯૨ ફુટ ઊંચા મુરુગનસ્‍વામીની પ્રાણપ્રતિષ્ઠા થઈ

બૅન્‍ગલોર, તા.૯: વેલ્લુર-બૅન્‍ગલોર નૅશનલ હાઇવે પર વેન્‍કટપુરમ પાસે તીર્થગિરિ પર્વત પર લગભગ ૧૦૦ વર્ષથી જૂનું સુબ્રમણ્‍યમસ્‍વામી મંદિર છે. આ મંદિરની સામે તાજેતરમાં ૯૨ ફુટ ઊંચા વિશાળકાય મુરુગનસ્‍વામીની પ્રતિમા સ્‍થાપિત કરવામાં આવી છે. મલેશિયામાં સૌથી ઊંચી મુરુગનસ્‍વામીની પ્રતિમા બનાવનારા શિલ્‍પકારે જ આ પ્રતિમા બનાવી છે. આ પ્રતિમા પહાડના શિખર પર છે. ગઈ કાલે મંદિરમાં આ મૂર્તિની મહાકુંભભિષેકમ વિધિ થઈ હતી જેમાં હજારો ભક્‍તોએ ભાગ લીધો હતો

(11:21 AM IST)