<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th June 2025

કોલંબિયાના બોગોટમાં ૬.૩ની તીવ્રતાનો ભૂંકંપઃ રસ્‍તાઓ પર તિરાડો પડી

લોકો બિલ્‍ડિંગો અને ઘરો છોડી ભાગ્‍યા

કોલંબિયા તા.૯: કોલંબિયામાં ભયંકર ભૂકંપ આવ્‍યો છે. કોલંબિયાની રાજધાની બોગોટા ૬.૩ની તીવ્રતાના ભૂકંપથી ધરતી ધ્રૂજી છે. ભૂકંપ એટલો જોરદાર હતો કે, ઈમારતો જોરથી હલવા લાગી હતી, જેના કારણે લોકો ગભરાઈને બિલ્‍ડિંગો અને ઘરો છોડીને બહાર દોડી આવ્‍યા છે. ભૂકંપ આવતાની સાથે રાજધાનીની આસપાસ સાયરન પણ વાગવા લાગી હતી.

રસ્‍તાઓ પર તિરાડો પડી

કોલંબિયાની રાજધાની બોગોટામાં શનિવારે સવારે ૬.૩ ની તીવ્રતાનો ભૂકંપ આવ્‍યો છે. સ્‍થાનીકોના જણાવ્‍યા મુજબ, સમગ્ર શહેરમાં આંચકા અનુભવાયા છે, જેના કારણે લોકોને ૧૯૯૯માં આવેલા ભૂકંપની યાદ આવી ગઈ છે. લોકો ગભરાઈને પોતાનો જીવ બચાવવા માટે બહાર દોડી આવ્‍યા છે. રિપોર્ટ મુજબ, ભૂકંપના કારણે અહીં અનેક રસ્‍તાઓ પર તિરાડો પડી ગઈ છે.

ભૂકંપથી અનેક બિલ્‍ડિંગો હલી

યુનાઇટેડ સ્‍ટેટ્‍સ જીઓલોજિકલ સર્વે અનુસાર, ભૂકંપની તીવ્રતા વધુ હોવાથી તેની અસર વધુ થઈ છે.  મીડિયા રિપોર્ટ મુજબ ભૂકંપના કારણે અહીં અનેક બિલ્‍ડિંગો હલતી જોવા મલી છે, જેના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. કોઈ જાનહાનિ કે નુકસાનના તાત્‍કાલિક કોઈ અહેવાલ નથી.

અગાઉ ૧૯૯૯માં આવેલા ભૂકંપમાં ૧૨૦૦ના મોત થયા હતા

જર્મન રિસર્ચ સેન્‍ટર ફોર જીઓસાયન્‍સના રિપોર્ટ મુજબ ભૂકંપનું કેન્‍દ્ર બિંદુ ૧૦ કિલોમીટર અંદર હોવાનું સામે આવ્‍યું છે. સ્‍થાનિક સમય મુજબ સવારે ૯:૦૮ વાગ્‍યે બોગોટા શહેર નજીક ૧૭૦ કિલોમીટર દૂર ભૂકંપ આવ્‍યો હતો. આ પહેલા કોલંબિયામાં ૧૯૯૯માં ૬.૨ની તીવ્રતાનો ભૂકંપ આવ્‍યો હતો, જેમાં ૧૨૦૦ લોકોએ જીવ ગુમાવ્‍યા હતા.

(11:34 AM IST)