News of Monday, 9th June 2025
આયાત ડ્યુટી 10 ટકા ઘટાડતા ખાદ્યતેલના ભાવમાં દબાણ :ગ્રાહકોમાં ખુશીની લાગણી
પામોલીયમ તેલનો વધુ વપરાશ કરતા હોય એવા વપરાશકર્તાને ઘટયા ભાવનો મળશે ફાયદો

નવી દિલ્હી :કેન્દ્ર સરકારે ખાદ્યતેલ પરની 10 % આયાત ડ્યૂટી ઘટાડવાના નિર્ણયથી બજારમાં નારાજગી જોવા મળી રહી છે. આ નિર્ણયને પગલે સૂર્યમુખી (સનફ્લાવર), કપાસિયા, અને સિંગતેલ સહિતના વિવિધ ખાદ્યતેલના ભાવમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે, જેનાથી સામાન્ય ગ્રાહકોમાં આનંદની લાગણી પ્રસરી છે. જોકે, આ નિર્ણયથી વેપારી આલમમાં ખુશીનો માહોલ નથી,
આયાત ડ્યૂટીમાં ઘટાડો થતાં તાત્કાલિક અસરથી બજારમાં તેલના ભાવ ઘટ્યા છે. ગ્રાહકોને હવે સસ્તા ભાવે ખાદ્યતેલ મળી રહ્યું છે, જે મોંઘવારીના આ સમયમાં એક મોટી રાહત સમાન છે. ખાસ કરીને મધ્યમ અને નિમ્ન મધ્યમ વર્ગના પરિવારોને આનાથી સીધો ફાયદો નહીં થાય કારણ કે આયાત સૌથી વધુ પામોલીયમ તેલમાં ભાવમાં ઘટાડો થયો છે. 100 થી 150 રૂપિયા સુધીનો પરંતુ સામાન્ય રીતે આ તેલ મોટા વેપારીઓ તેમજ મોટી માત્રામાં ફરસાણ બનાવતા વેપારીઓ ઉપયોગ કરતા હોય છે જ્યારે કપાસી અને સીંગતેલમાં 10 રૂપિયાથી લઈ 30 સુધીનો નોર્મલ ઘટાડો નોંધાયો છે.
આ નિર્ણયથી નિરાશા વ્યાપી છે. તેમનું માનવું છે કે આયાત ડ્યૂટી ઘટાડવાથી સ્થાનિક ઉત્પાદકો અને સંગ્રહકર્તાઓને નુકસાન થશે. જે વેપારીઓએ ઊંચા ભાવે સ્ટોક ખરીદ્યો છે, તેમને હવે નીચા ભાવે વેચવાની ફરજ પડશે, જેનાથી તેમને મોટું નુકસાન થવાની ભીતિ છે.
ઘણા વેપારીઓએ એવી આશંકા વ્યક્ત કરી છે કે આ નિર્ણયથી ભવિષ્યમાં સ્થાનિક બજારમાં અસ્થિરતા આવી શકે છે. બીજી બાજુ હાલ મગફળીની સિઝનછે. અને જો આયા ડ્યૂટીમાં ઘટાડો થાય તો મગફળીના ઉત્પાદનમાં પણ ઘણો બધો ઘટાડો થઈ શકે છે. તેમના કારણે આગામી સમયમાં ખેડૂતો મગફળીની ખેતી કરવાનું ઘણું બધું ઓછું કરી દે છે
, જે 10% ડ્યુટી ઘટી છે તેમાં તેલના વેપારીને તો કંઈ બહુ ફેર પડતો નથી. એને તો જે ભાવ હોય એમાં એનું માર્જિન લઈને જ વેપાર કરવાનું છે. પણ મેક્સિમમ વપરાશ વાળાને, વપરાશ કરતા હોય એ લોકોને ફાયદો થાય. જે 10% ડ્યુટી લીધી હતી એ આયાતી તેલમાં ઘટી છે. એને લઈને જે ઇફેક્ટ આવે એ પામોલીન, સોયાબીન વધારે ઇફેક્ટ આવે અને એનો વપરાશ કંદોઈ અને એ લોકો વધારે કરતા હોય છે. બેકરીમાં, કંદોઈ છે, પછી મોટી મોટી ઇન્ડસ્ટ્રી છે તો એ લોકોને મોટો ફાયદો થાય. એમાં લગભગ ડબ્બે 100 રૂપિયાથી લઈને 150 રૂપિયા સુધી ભાવ ઘટશે.
અત્યારે તાત્કાલિક 70-80 રૂપિયા ઘટ્યા છે પણ હજી 70-80 રૂપિયા ઘટી જશે. જનરલ ઘરે ઉપયોગ આ તેલનું થાતું નથી. આ આયતી તેલનું અને એની ઇફેક્ટ બહુ લોકલ કપાસિયા કે સિંગતેલ ઉપર આવશે નહીં. સામાન્ય ઘટશે. એમાં પણ એમાં એટલો બધો ઘટાડો નહીં આવે. આયતી તેલમાં ભાવ ઘટાડો વધારે આવશે. પામોલીનમાં જેટલો જે વધારે ભાવ ઘટાડો આવ્યો છે એની ઇફેક્ટને પગલે કપાસ અને સિંગ તેલમાં ભાવ ઘટ્યા છે.
(12:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
