<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th June 2025

અમને જીવતા રહેવા અને પર્યટકોને પરત લાવવા મદદ કરોઃ કાશ્‍મીરીઓની સરકારને ગુહાર

પહેલગામ હૂમલા બાદ ધંધા પડી ભાંગ્‍યાઃ સહેલાણીઓ દૂર થયા

 

 

(સુરેશ ડુગ્‍ગર દ્વારા) જમ્‍મુ, તા.૯: પહેલગામ હુમલા પછી કાશ્‍મીર ખીણ પ્રદેશમાં પર્યટન ખૂબ જ પ્રભાવિત થયું છે.

જેનાથી દક્ષિણ કાશ્‍મીરના પુલવામાં જિલ્લાના લેથપોરા અને પંપોરમાં સ્‍થાનિક વેપારીઓ અને વિક્રેતાઓને પોતાનું અસ્‍તિત્‍વ બચાવવા માટે સંઘર્ષ કરવો પડી રહ્યો છે. સ્‍થાનિક સ્‍તરથી મળતા સમાચારો મુજબ નાના વેપારી જે પર્યટકો ઉપર ખૂબ નિર્ભર છે ખાસ કરીને સુકો મેવો, કેસર અને વિખ્‍યાત કાશ્‍મીરી કેશર વેચવાવાળા હવે ગ્રાહકો અને આવકમાં ભારે ગાબડાનો સામનો કરી રહ્યા છે. એટલું જ નહીં કયારેક હર્યુ ભર્યું રહેતું શ્રીનગર જમ્‍મુ રાષ્‍ટ્રીય રાજમાર્ગ જ્‍યાં પર્યટક પરંપરિક રૂપે કહેવાનો આનંદ લેવા સ્‍થાનિક ઉત્‍પાદન ખરીદ ખરીદવા ઉભા રહેતા હતા તે હવે સૂમસાન છે.

પીક સિઝનમાં વેપાર જે સામાન્‍ય રીતે જીવંત ગતિવિધિ અને સમળદ્ધિ લાવતું તે અચાનક ચૂપ અને ચિંતામાં બદલાઈ ગયું છે સુકા મેવાની દુકાન ચલાવતા મંજૂરને જણાવ્‍યું હતું કે અમે હુમલા પહેલા જે વેચતા હતા તેના કરતાં અત્‍યારે મુશ્‍કેલીથી એક ટકો વેપાર કરીએ છીએ.

આવી જ રીતે પંપોર પાસે કહેવાની દુકાન ચલાવતા સબ્‍બીરે પણ આ જ પ્રકારની ચિંતા દર્શાવી હતી તેમણે જણાવેલ કે ફક્‍ત તત્‍કાલ ભય ઉભો નથી થયો પણ પર્યટકોનો વિશ્વાસ પણ તૂટયો છે અત્‍યાર સુધી જે લોકોએ પહેલાથી પોતાની યાત્રાની યોજના બનાવી હતી તેઓએ પણ તે રદ કરી હતી. હવે અહીં કોઈ સુરક્ષિત અનુભવી રહ્યા નથી સ્‍થિતિ એ છે કે આ લોકો ઉપર ભાવનાત્‍મક વજન પડવાથી આર્થિક પરિણામો અનેક વધી ગયા છે.

ઘણા વિક્રેતાઓ માટે આ સિઝનલ આવક તેમની પ્રાથમિક આજીવિકા છે. કેસર વિક્રેતા ગુલઝાર મુજબ અમારે બાળકોને ખવડાવવું છે દેણું ચૂકવવું છે અને કોઈ બચત નથી જો આવી જ સ્‍થિતિ બની રહેશે તો અમારે અમારી દુકાન હંમેશા માટે બંધ કરવા મજબૂર થવું પડશે. એ પણ હકીકત છે કે હુમલા ના ડરથી એ પણ ડર ઉભો થયો છે કે હવે એક પણ ઘટના કાશ્‍મીરના પર્યટન ઉદ્યોગ ને ઉભા કરવાના પ્રયાસ ઉપર ફરી પાણી ફેરવી શકે છે જે વર્ષો સુધી ઉથલપાથલ અને ધીમે ધીમે બહાર નીકળી રહી હતી.

દુકાનદાર અને વિક્રર્તાઓ હવે સરકાર પાસે તાત્‍કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે ફક્‍ત સુરક્ષા વધારવાનું નહીં પણ સક્રિય રૂપથી કાશ્‍મીર આવતા પર્યટકોનો વિશ્વાસ ફરીબહાલ કરવા માટે પણ ગુહાર લગાવી રહ્યા છે તેમણે પોતાની આજીવિકા બનાવી રાખવામાં મદદ માટે નાણાકીય સહાય અને દીર્ઘકાલિન સહાયતા યોજના સહિત રાહત ઉપાયોની પણ અપીલ કરી છે.

દરમિયાન સ્‍થાનિક વેપારી સંઘ અધિકારીઓ પાસે અપીલ કરી છે કે પર્યટકોને તેમની સુરક્ષાનું આશ્વાસન દેવા પેટ્રોલિંગ વધારવા સામુદાયિક આઉટરી અને મીડિયા અભિયાન જેવા વિશ્વાસ નિર્માણ પહેલું લાગુ કરવા જોઈએ.

આતંકી હુમલા ઉપરાંત ઉભી થયેલ મંદીથી પ્રભાવિત ડઝન એક લોકોની સામૂહિક અપીલને અવાજ દેતા એક વિક્રેતા એ જણાવેલ કે સરકારને અમારો સ્‍પષ્ટ સંદેશ છે કે અમને જીવિત રહેવામાં મદદ કરો પર્યટકોને પરત લાવવા અમારી મદદ કરો.

(3:07 PM IST)