<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th June 2025

૨૫ વર્ષના પ્રેમીએ ૩૬ વર્ષની પ્રેમિકાની હત્‍યા કરી

બે દિવસ પછી હોટેલમાંથી લાશ મળી : શુક્રવારે રાત્રે ઘટના બની હતી

બેંગલુરુ, તા.૯: બેંગલુરુથી એક હૃદયદ્રાવક ઘટના પ્રકાશમાં આવી છે, જ્‍યાં પૂર્ણા પ્રજ્ઞા લેઆઉટ સ્‍થિત એક બ્‍ળ્‍બ્‍ હોટેલના રૂમમાં એક વ્‍યક્‍તિએ તેની પ્રેમિકાની કથિત રીતે હત્‍યા કરી હતી. ઘટનાની માહિતી મળ્‍યા બાદ આસપાસના વિસ્‍તારમાં હંગામો મચી ગયો હતો.

પોલીસે જણાવ્‍યું હતું કે ૨૫ વર્ષીય યશાસે પૂર્ણા પ્રજ્ઞા લેઆઉટ સ્‍થિત એક OYO હોટેલના રૂમમાં તેની પ્રેમિકા ૩૬ વર્ષીય હરિનીની હત્‍યા કરી હતી. બંનેની ઓળખ કેંગેરીના રહેવાસી તરીકે થઈ છે. યશસ એક સોફ્‌ટવેર એન્‍જિનિયર છે. આ ઘટના શુક્રવારે રાત્રે બની હતી, પરંતુ બે દિવસ પછી રવિવારે તેનો ખુલાસો થયો. આ મામલે સુબ્રમણ્‍યપુરા પોલીસ સ્‍ટેશનમાં કેસ નોંધવામાં આવ્‍યો છે.

ડીસીપી દક્ષિણ લોકેશ જગલાસરે જણાવ્‍યું હતું કે, ૬-૭ જૂનના રોજ, બેંગલુરુના સુબ્રમણ્‍યપુરા પોલીસ સ્‍ટેશનના અધિકારક્ષેત્રમાં ૩૩ વર્ષીય મહિલાની તેના નજીકના મિત્ર દ્વારા કથિત રીતે હત્‍યા કરવામાં આવી હતી. આરોપી અને મળતક મહિલા લગભગ એક વર્ષથી એકબીજાને ઓળખતા હતા, પરંતુ મળતક મહિલા છેલ્લા બે મહિનાથી ધીમે ધીમે આરોપીથી દૂર થઈ રહી હતી.

આનાથી ગુસ્‍સે થઈને, આરોપીએ કથિત રીતે તેણીની છરી મારીને હત્‍યા કરી દીધી. આરોપીની ધરપકડ કરવામાં આવી છે, આરોપી હાલમાં કોર્ટ કસ્‍ટડીમાં છે.

(4:10 PM IST)