<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th June 2025

કંપનીઓ ૧૦૦ ટકા નેચરલના નામે નહીં કરી શકે કોઈ ખેલ

FSSAIએ કડક શબ્દોમાં આપી ચેતવણીઃકંપનીઓ ગ્રાહકોને આકર્ષિત કરવા '૧૦૦ ટકા નેચરલ', '૧૦૦ ટકા શુદ્ધ' અથવા '૧૦૦ ટકા ઓર્ગેનિક' લેબલ પર લખતા હોય છે

નવી  દિલ્હી, તા.૯

જ્યારે પણ આપણે બજારમાં કોઈ ખાવા-પીવાની વસ્તુ ખરીદવા માટે જઈએ છીએ, ત્યારે આપણે '૧૦૦ ટકા નેચરલ', '૧૦૦ ટકા શુદ્ધ' અથવા '૧૦૦ ટકા ઓર્ગેનિક' લખેલી વસ્તુઓ સૌથી પહેલા ખરીદી છીએ. લેબલ પર આવું લખેલું જોઈને આપણે આ પ્રોડક્ટ ખરીદી લઈએ છીએ. પરંતુ, આ વાત જાણીને તમને આશ્ચર્ય થશે કે '૧૦૦ ટકા'નો આ દાવો, ફક્ત એક દાવો જ હોય છે. હકીકતમાં આવું કંઈ હોતું નથી. કેટલીક કંપનીઓ ગ્રાહકોને પોતાની પ્રોડક્ટ ખરીદવા માટે આકર્ષિત કરવા '૧૦૦ ટકા નેચરલ', '૧૦૦ ટકા શુદ્ધ' અથવા '૧૦૦ ટકા ઓર્ગેનિક' આવું લેબલ પર લખે છે. હવે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ આ બાબતની નોંધ લીધી છે. હ્લજીજીછૈંએ તમામ કંપનીઓને ચેતવણી આપી છે કે તેઓ તેમની પ્રોડક્ટ્સના પેકેજિંગ, લેબલિંગ અને જાહેરાતોમાં '૧૦૦ ટકા' જેવા દાવાઓ ન કરે.

૩૦ મે ૨૦૨૫ના રોજ જાહેર કરાયેલી એક નોટિસમાં FSSAIએ જણાવ્યું કે, '૧૦૦ ટકા' શબ્દ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ, ૨૦૦૬ અને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ (જાહેરાત અને દાવા) નિયમો, ૨૦૧૮માં માન્ય નથી. આવા દાવાઓ ગ્રાહકોને ગેરમાર્ગે દોરી શકે છે.

એક રિપોર્ટ મુજબ, ઘણાં ફ્રૂટ્સના જ્યુસને લેબલ પર '૧૦૦ ટકા નેચરલ' લખીને વેચવામાં આવે છે, જ્યારે અસલમાં તે ફ્રૂટ્સના સાંદ્ર (કોન્સન્ટ્રેટ) અને પાણીના મિશ્રણથી બનાવવામાં આવે છે. આવા દાવાઓથી ગ્રાહકોને પ્રોડક્ટની સંપૂર્ણ શુદ્ધતા અને ગુણવત્તાનો ભ્રમ થાય છે, જે વાસ્તવિકતાથી દૂર છે.

FSSAIનું કહેવું છે કે, ગ્રાહકો ખરીદી કરતી વખતે વસ્તુઓના લેબલ પર લખેલા મોટા-મોટા દાવાઓ ઝડપથી જોઈ લે છે અને તે જ લેબલ પર નાના અક્ષરોમાં લખેલી માહિતી પર વધારે ધ્યાન આપતા નથી. આનાથી ગ્રાહકોને ગેરમાર્ગે દોરવામાં આવે છે.

FSSAI મુજબ, જાહેરાત અને દાવા નિયમો, ૨૦૧૮ના ઉપ-નિયમ ૪(૧) હેઠળ, કોઈ પણ પ્રોડક્ટ્સ પર કરવામાં આવેલો દાવો સાચો, સ્પષ્ટ અને ગેરમાર્ગે દોરનારો ન હોવો જોઈએ. આ ઉપરાંત ઉપ-નિયમ ૧૦(૭) હેઠળ, કોઈ પણ એવો દાવો કે જાહેરાત પ્રતિબંધિત છે જે ગ્રાહકની ધારણાને વિકૃત કરે અથવા અન્ય પ્રોડક્ટ્સને અયોગ્ય રીતે નીચી દેખાડે છે. FSSAIએ જણાવ્યું કે '૧૦૦ ટકા'ના દાવાઓ ઘણીવાર આ શરતોને પૂર્ણ કરતા નથી અને આ કારણે તે હાલના જાહેરાત નિયમોનું ઉલ્લંઘન કરે છે.

ઝ્રદ્ગમ્ઝ્રના એક રિપોર્ટ મુજબ, FSSAIએ કંપનીઓને સ્પષ્ટપણ શબ્દોમાં જણાવ્યું છે કે જ્યાં સુધી '૧૦૦ ટકા'નો દાવો સંપૂર્ણપણે સાચો અને સ્પષ્ટ રીતે વ્યાખ્યાયિત ન થાય, ત્યાં સુધી આવા શબ્દોનો ઉપયોગ કોઈ પણ લેબલિંગ, બ્રાન્ડિંગ કે પ્રચાર સામગ્રીમાં ન કરવો.

(7:39 PM IST)