<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th June 2025

સુખોઈ ફાઈટર જેટ દ્વારા 'ગાંડીવ' મિસાઈલનું ટેસ્ટિંગ કરવામાં આવશે

એસ્ટ્રા એમકે-૩ મિસાઈલનું નવું અને એડવાન્સ વર્જનઃ૩૫૦ કિલોમીટર દૂર દુશ્મનના જેટને તોડી પાડવાની ક્ષમતા ધરાવતી સ્વદેશી મિસાઈલ 'ગાંડીવ' તૈયાર

નવી દિલ્હી, તા.૯

ભારતના સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠને (DRDO) ચીન અને પાકિસ્તાની મિસાઈલથી પણ ભયાનક મિસાઈલ બનાવી છે. આ મિસાઈલનું નામ 'ગાંડીવ' છે, જે એસ્ટ્રા એમકે-૩ મિસાઈલનું નવું અને એડવાન્સ વર્જન છે. 'ગાંડીવ'માં ૩૫૦ કિલોમીટર દૂર સુધી દુશ્મનના ફાઈટર પ્લેનને તોડી પાડવાની ક્ષમતા છે. ડીઆરડીઓએ આ સ્વદેશી મિસાઈલ બનાવ્યા બાદ 'આત્મનિર્ભર ભારત અભિયાન'ને મોટી સફળતા મળી હોવાનું કહેવાય છે. તાજેતરમાં જ ઓડિશાના બાલાસોરમાં 'ગાંડીવ'નું પ્રથમ સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ, 'ગાંડીવ'નું પ્રથમ સફળ પરીક્ષણ કરાયા બાદ હવે તેનું સુખોઈ જીે-૩૦સ્દ્ભૈં ફાઈટર જેટ દ્વારા ટેસ્ટિંગ કરવાની તૈયારીઓ શરૃ કરી દેવાઈ છે, એટલે કે 'ગાંડીવ'ને સુખોઈમાં ઉપર લઈ જઈને ટેસ્ટિંગ કરવામાં આવશે. હાલ તેનું કેપ્ટિવ કેરેજ ટ્રાયલ્સ ચાલી રહ્યું છે. કેપ્ટિવ કેરેજ ટ્રાયલ્સ એટલે કે, લોન્ચ કર્યા વગર હવાઈ જહાજ કે લડાકુ વિમાન પર લગાવ્યા બાદ પરીક્ષણ કરવામાં આવશે. આ મિસાઈલને ફાઈટર પ્લેન પર રાખવામાં આવ્યા બાદ તેની તમામ ઈલેક્ટ્રોનિક તપાસ કરવામાં આવશે. આ મિસાઈલને ખાસ ટેકનીકથી બનાવાઈ છે, જેમાં રેમજેટ એન્જીનનો ઉપયોગ કરાયો છે.

'ગાંડીવ' મિસાઈલ વિશેષતા

ફાઈટર પ્લેન દ્વારા મિસાઈલને આકાશમાં લઈ ગયા બાદ તે હવામાંથી જ ઓક્સીજન લઈને ઉડે છે, જેના કારણે તે વધુ સ્પીડે દૂર સુધી ઉડી શકે છે. તેનો સ્પીડ મેક અવાજની ઝડથી ચાર ગણો વધુ ૪.૫ સુધીનો છે.

'ગાંડીવ'ને બનાવવામાં દુશ્મન દેશોની મિસાઈલોનું પણ વિશેષ ધ્યાન અપાયું છે. ભારતની આ સ્વદેશી મિસાઈલ ચીનની પીએલ-૧૫ અને પાકિસ્તાનની એઆઈએમ-૧૨૦ મિસાઈલથી પણ શક્તિશાળી છે.

મિસાઈલ ૨૦ કિલોમીટરની ઊંચાઈએ ગયા બાદ ૩૪૦ કિલોમીટર અને ૮ કિલોમીટરની ઊંચાઈ પર ગયા બાદ ૧૯૦ કિલોમીટર દૂર સુધીના ટાર્ગેટને તોડી પાડવાની ક્ષમતા ધરાવે છે. ભારતની આ સ્વદેશી મિસાઈલ દુશ્મનના સ્ટીલ્થ ફાઇટર, બોમ્બર્સ અને હવાઈ વોર્નિંગ સિસ્ટમ જેવા મોટા ટાર્ગેટને પણ તોડવાની ક્ષમતા ધરાવે છે.

મિસાઈલમાં એવા સેન્સરો છે, જે ઉડ્યા બાદ દિશા બદલવાની અને દુશ્મનની મૂવમેન્ટ મુજબ પોતાને એડજેસ્ટ કરવાની ક્ષમતા ધરાવે છે.

સૂત્રોના જણાવ્યા મુજબ, આગામી સમયમાં 'ગાંડીવ મિસાઈલ'ને તેજસ, મિગ-૨૯, રાફાલ અને ભવિષ્યના ફાઈટર પ્લેન એએમસીએમાં ફિટ કરવાની યોજના છે. જો આગામી સમયમાં તેના પરીક્ષણો સફળ થશે તો તે ભારતીય વાયુસેનાની તાકાતને વધુ ઊંચાઈ પર પહોંચાડી શકે છે.

(10:28 PM IST)