<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th June 2025

સોડષી ભંડારા અને ચાદરવીધીમાં અનેક સાધુ-સંતો-મહંતો પધાર્યા

અનેક ધુન ભજન મંડળો, અનેક ગામના લોકો તથા પોલીસનો પુરો સાથ સહકાર મળ્‍યોઃ સતત ૧૬ દિવસ સુધી વિવિધ ધુન ભજન મંડળ દ્વારા ધુન ભજન ચાલુ રહ્યા

ચરાડવા ખાતે શનિવારે મહંત શ્રી અમરગીરી બાપુની ચાદરવીધી તથા સોડષી ભંડારો યોજાયો હતો. જેમાં આહવાન અખાડાના અદ્યક્ષ પરમ પૂજ્‍ય ભારદવાજગીરી બાપુ (મોટા ખોટવડા) પધાર્યા હતા. જેમના અદ્યક્ષ સ્‍થાને આ તમામ વિધિ સંપન્ન કરાઇ હતી. આ તકે પધારેલ સાધુ સંતો મહંતોમાં.

ભારદવાજગીરી બાપુ (મોટા ખોટવડા) (અધ્‍યક્ષ આહવાન અખાડા)

બુધ્‍ધગીરી બાપુ (થાનાપતિ જૂનાગઢ)

વિજયપુરી બાપુ (ડાગ્‍યા પાલનપુર)

લાભુગીરી બાપુ

નારાયણગીરી બાપુ (ખોડીયાર મંદીર સૂરેન્‍દ્રનગર )

પ્રભુગીરીબાપુ (ખેતરડી)

હંસાગીરી માતાજી (ગિરનારી આશ્રમ લીલાપર)

લાલગીરી બાપુ

ધર્મેન્‍દ્રપુરી બાપુ (અંજાર)

ચંચળગીરી મહારાજ (ખારેશ્વર)

હરીગીરી બાપુ (ચૂલી)

કૈલાસગીરી બાપુ (જેતપર)

અભ્‍યાનંદગીરી બાપુ (દેવીપુર)

દેવાનંદગીરી બાપુ (પીપળી)

દામજી ભગત (નકલંકધામ - બગથળા)

ભાવેશ્વરી માતાજી (રામધન આશ્રમ - મહેન્‍દ્રનગર)

આ ઉપરાંત ઝાલાવડ મંડળના સાધુ સંતો, મોરબી મંડળના સાધુ સંતો, ગિરનારી મંડળ તથા સમસ્‍ત સૌરાષ્‍ટ્ર ભગવા ગ્રૂપ આ તકે પધાર્યા હતા.

વિશેષમાં ચરાડવા, ગોકૂળિયા સેવકોએ અનન્‍ય સેવા આપી તેમજ જીકિયારી, દેવળીયા, ખરેડા, આંદરડા અને આજુબાજુના સમસ્‍ત ગામના હજારો ભાવિકોએ સેવા સાથ અને સહકાર આપ્‍યા હતા. નોંધનીય છે કે સોડષી ભંડારાને અનુંલક્ષીને સતત ૧૬ દિવસ સુધી વિવિધ ધુન ભજન મંડળ દ્વારા ધુન ભજન ચાલુ રહ્યા હતા. જ્‍યારે ચરાડવા તથા ગોકૂળિયાના ગોપી મંડળ દ્વારા ૧૬ દિવસ સુધી બપોરના ૩ થી સાંજના ૬ વાગ્‍યા સુધી ધુન કિર્તન કરી વાતાવરણ ભક્‍તિમય બનાવ્‍યું હતું. આ દરમિયાન ચરાડવા, ગોકૂળિયા, દેવળીયા તથા મોરબી અને મોરબીની આજુ બાજુના ગામના ધુન મંડળ ધુન-ભજન-કિર્તન કરવા હાજર રહ્યા હતા.

આ તકે અનેક મહાનુંભાવોની ઉપસ્‍થિતી રહી હતી. જેમણે પૂજ્‍ય બાપુની સમાધીના દર્શન કર્યા હતા. સોડષી ભંડારા અને ચાદરવીધીના દિવસે હૈયે હૈયુ દળાય એટલું માનવ મહેરામણ ઉમટી પડ્‍યું હતું. અંદાજે ૧૦ હજારથી પણ વધુ લોકો આવ્‍યા હતા. જે માટે ડી.વાય.એસ.પી સારડા સાહેબ પી.આઇ. (હળવદ પોલીસ સ્‍ટેશન) આર.ટી.વ્‍યાસ સાહેબ તથા તમામ પોલીસ સ્‍ટાફનો પુરતો સાથ સહકાર મળ્‍યો હતો તેમ પૂજ્‍ય બાપુના ભક્‍તો અને સેવકો શ્રી રાજદિપભાઇ અને શ્રી રાજાભાઇએ એક યાદીમાં જણાવ્‍યું હતું.

 

(10:39 AM IST)