તા. ૩ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૭ ગુરૂવાર
News of Tuesday, 10th June 2025
"મારો દીકરો સોનમને બહેન કહેતો હતો, તેને ફસાવવામાં આવ્યો છે" : રાજા રઘુવંશી હત્યા કેસમાં રાજ કુશવાહાના પરિવારનો ચોંકાવનારો દાવો : જુઓ વિડિયો
પ્રેમી રાજ કુશવાહાની માતા અને બહેન આંસુ સારતા નજરે પડ્યા : નિર્દોષ હોવાની દલીલ સાથે સરકારને ન્યાયની અપીલ

#WATCH | Indore, Madhya Pradesh | Four people have been arrested in the Raja Raghuvanshi murder case, including Raj Singh Kushwaha.
— ANI (@ANI) June 10, 2025
Raj Kushwaha's mother says, "My son cannot do anything like this. He is just 20 years old... He is my everything... My son worked in Sonam's… pic.twitter.com/twqpT2JC28
ઈન્દોર, મંગળવાર, ૧૦ જૂન ૨૦૨૫: ઈન્દોરથી મેઘાલય હનીમૂન પર ગયેલા રાજા રઘુવંશીના મૃત્યુના મામલે પોલીસ દ્વારા સોનમ રઘુવંશી અને તેના કથિત પ્રેમી રાજ કુશવાહાની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે રાજ કુશવાહાના પરિવારજનો, ખાસ કરીને તેની વિધવા માતા અને બહેન, તેને નિર્દોષ ગણાવી રહ્યા છે અને તેને ખોટી રીતે ફસાવવામાં આવ્યો હોવાનો દાવો કરી રહ્યા છે. રાજનો પરિવાર ઉત્તર પ્રદેશનો વતની છે.
રાજ કુશવાહાની માતા રો-રોઈને કહી રહી છે કે, "મારો દીકરો ક્યારેય આવું કામ કરી શકે નહીં. મારો દીકરો ત્રણ દિવસથી ગયો છે, ત્યારથી અમે પાણી પણ નથી પીધું. મારી નાની દીકરી પડીને બેહોશ થઈ જાય છે. મારો દીકરો ખૂબ જવાબદાર હતો. તેના સિવાય અમારું બીજું કોઈ નથી."
સોનમ સાથેના સંબંધો પર રાજની માતાનો ખુલાસો
સोनમ સાથેના અફેરના આરોપો પર રાજની માતાએ સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, "તે (રાજ) સોનમના ભાઈની પ્લાયવુડ ફેક્ટરીમાં કામ કરતો હતો. સોનમ પણ ત્યાં કામ કરતી હતી. કામ દરમિયાન તો વાત કરવી જ પડે છે. મારા દીકરાને જૂઠો ફસાવી દેવામાં આવ્યો છે. હું સરકારને પ્રાર્થના કરું છું કે મારા દીકરાને નિર્દોષ સાબિત કરી દો, તે આવું કરી શકે નહીં."
કોરોના કાળ દરમિયાન રાજના પિતાનું અવસાન થયું હતું, જેના પછી પરિવારના ભરણપોષણની જવાબદારી રાજના ખભા પર આવી ગઈ હતી. રાજ કુશવાહા ઈન્દોરમાં સોનમના ભાઈની પ્લાયવુડની ફેક્ટરીમાં કામ કરતો હતો.
બહેને પણ ભાઈની મુક્તિની કરી માંગ
રાજ કુશવાહાની બહેને પણ પોતાના ભાઈને નિર્દોષ ગણાવ્યો છે. રાજની બહેનનું કહેવું છે કે, "વિક્કી અને રાજ બંને મારા ભાઈઓ છે અને તેઓ બંને ક્યારેય આવું કરી શકે નહીં. બંને નિર્દોષ છે. તમે ઓફિસવાળાને પૂછો ને કે તેઓ રોજ ગોદામ પર જતા હતા. મારા ભાઈને ફસાવવામાં આવી રહ્યો છે."
રાજની બહેને વધુમાં જણાવ્યું કે, "પરમ દિવસે (૮ જૂન) લગભગ ૬ વાગ્યે રાજભાઈ ઘરે આવ્યા હતા. તેમણે નાહી-ધોઈને નવા કપડાં પહેર્યા અને નવા જૂતા પહેર્યા. મમ્મીએ પૂછતાં તેમણે જણાવ્યું કે મંદિર જઈ રહ્યો છું. રાત્રે જ્યારે મમ્મીએ તેને ફોન કર્યો તો તેણે કહ્યું કે મોડી રાત થઈ ગઈ હતી તેથી મંદિર ન ગયો. પોલીસ અહીં (ઘરે) આવી ન હતી. પોલીસે કદાચ રાજને વિક્કીના ઘરેથી ધરપકડ કરી." આ નિવેદનો બાદ આ કેસમાં વધુ રહસ્ય ઘેરાયું છે અને પોલીસ તપાસનું પરિણામ શું આવે છે તે જોવું રહ્યું.
#WATCH | Indore, MP: Four people have been arrested in the Raja Raghuvanshi murder case, including Raj Kushwaha.
— ANI (@ANI) June 10, 2025
Raj Kushwaha's sister, says "Vicky and Raj both are my brothers. They can never do something like this. My brother Raj did not go anywhere. You can ask the people at… pic.twitter.com/EHeQ2WKPIH
(12:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
