News of Tuesday, 10th June 2025
સિક્કીમ હનીમુન કરવા ગયેલ યુપીનું દંપતિ ગુમઃ કારમાંથી સામાન પણ ન મળ્યો
લાચેજ લાચુંગ હાઈવે ઉપર અકસમાતઃ ૧૧ લોકો સવાર હતાઃ ૧નું મોત, બે ઘાયલ કૌશલેન્દ્ર અને અંકિતા જે કારમાં હતા તે ૧ હજાર ફૂટ ઊંડી તીસ્તા નદીમાં ખાબકીઃ અન્ય ૬ પણ લાપતા

નવી દિલ્હી, તા.૧૦: સિક્કિમમાં હનીમૂન માટે ગયેલો ઉત્તર પ્રદેશનો નવદંપતી દુર્ઘટનામાં લાપતા બન્યો છે.
પ્રતાપગઢ, ઉત્તર પ્રદેશના રહેવાસી કૌશલેન્દ્ર પ્રતાપ સિંહ અને તેમની પત્ની અંકિતા સિંહ હનીમૂન માટે સિક્કિમ ગયા હતા, પરંતુ બંને હજુ સુધી ઘરે પરત ફર્યા નથી. ૨૪ મેના રોજ બંને સિક્કિમ જવા રવાના થયા હતા. ત્યાં પહોંચ્યા બાદ તેઓ ભૂસ્ખલનથી પ્રભાવિત મંગન જિલ્લામાં લગભગ મળતી માહિતી મુજબ, આ દુર્ઘટના લાચેન-લાચુંગ રાજમાર્ગ પર મુન્સીથાંગ નજીક બની હતી, જ્યાં કાર રસ્તા પરથી લપસીને નીચે ખીણમાં ખાબકી હતી.
આ કારમાં કૌશલેન્દ્ર અને અંકિતા સહિત આ દુર્ઘટનામાં એક મુસાફરનું મોત થયું હતું, જ્યારે બે લોકો ઘાયલ થયા હતા. ફાયર સર્વિસ, પોલીસ, વન વિભાગ, પર્યટન વિભાગ અને સિક્કિમના ટ્રાવેલ એજન્ટ્સ એસોસિએશનની ટીમો લાપતા લોકોની શોધખોળમાં લાગેલી છે. જોકે, સતત ખરાબ હવામાન અને નદીનો તેજ પ્રવાહ બચાવ કાર્યમાં અડચણ ઊભી કરી રહ્યા છે.
કૌશલેન્દ્રના પિતા શેર બહાદુર સિંહ પોતાના દીકરા અને વહુની શોધખોળ માટે સિક્કિમ પહોંચી ગયા છે. તેઓ સિક્કિમ સરકાર અને ઉચ્ચ અધિકારીઓ પાસે સતત પોતાના દીકરા-વહુની શોધ માટે ગુહાર લગાવી રહ્યા છે.
કૌશલેન્દ્ર અને અંકિતાના લગ્ન ૫ મેના રોજ થયા હતા. અંકિતા લખનઉની મેદાંતા હોસ્પિટલમાં દવા વિભાગમાં કામ કરે છે, જ્યારે કૌશલેન્દ્ર દિલ્હીમાં સિવિલ સર્વિસ પરીક્ષાની તૈયારી કરી રહ્યા હતા. આ દુર્ઘટનાએ પરિવાર અને ગામમાં શોકનું મોજું ફેલાવ્યું છે. પરિવારે ઉત્તર પ્રદેશ અને કેન્દ્ર સરકાર પાસે ઝડપી અને પારદર્શક બચાવ કાર્યની માગણી કરી છે.
આ ઘટના અંગે સિક્કિમના સ્થાનિક વહીવટીતંત્ર અને રાજ્ય સરકાર તરફથી મર્યાદિત માહિતી આપવામાં આવી રહી છે, જેના કારણે પરિવારની ચિંતા વધી રહી છે. હાલમાં બચાવ કાર્ય ચાલુ છે, પરંતુ ખરાબ હવામાનને કારણે તેમાં વિલંબ થઈ રહ્યો છે.
(1:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
