<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th June 2025

ચાંદી ૧,૦૯,૦૦૦ રૂા.ની નવી ટોચે આજે પ૦૦ રૂા.નો ઉછાળો : સોનામાં ૪૦૦ રૂા.ના વધારા સાથે ભાવ ૯૯,૪૦૦ રૂા. થયા

રાજકોટ, તા., ૧૦: બુલીયન માર્કેટમાં ચાંદીમાં એકધારી ધીમી ગતીની તેજીને પગલે રોજબરોજ નવી ભાવસપાટી જોવા મળી રહી છે. આજે વધુ પ૦૦ રૂા.નો ઉછાળો થતા ચાંદીના ભાવે ૧,૦૯,૦૦૦ ની નવી ટોચની સપાટી બનાવી છે.

બુલીયન માર્કેટમાં સેન્‍ટમાં તેજીને પગલે સ્‍થાનીક બજારમાં ચાંદીમાં આજે વધુ પ૦૦ રૂા.નો ઉછાળો થયો હતો. ગઇકાલે ચાંદી ચોરસા (૧ કિલો)નો ભાવ ૧,૦૮,પ૦૦ રૂા. હતા તે વધીને આજે ૧,૦૯,૦૦૦ની ની ઐતિહાસિક સપાટી બનાવી છે. રશીયા અને યુક્રેન વચ્‍ચે યુધ્‍ધ વકરતા તેમજ અમેરીકાની ટેરીફ વોરને કારણે ચાંદીની સતત ડીમાન્‍ડને પગલે ચાંદીમાં તેજીનો દોર જારી રહયાનું ઝવેરીબજારના સુત્રોએ જણાવ્‍યું હતું.

ચાંદીની સાથે સોનામાં પણ ૪૦૦ રૂા.નો ભાવવધારો થયો હતો. ગઇકાલે સોનુ સ્‍ટાન્‍ડર્ડ (૧૦ ગ્રામ)ના ભાવ ૯૯,૦૦૦ રૂા. હતા તે વધીને આજે બપોરે ૯૯,૪૦૦ રૂા.ની સપાટીએ ભાવ પહોંચ્‍યા હતા. (૪.૩૦)

(3:33 PM IST)