News of Tuesday, 10th June 2025
મહિલાએ એકસાથે ૪ બાળકોને જન્મ આપ્યો, જોવા માટે ભીડ જામી
ઉપરવાલા જબ ભી દેતા, દેતા છપ્પરફાડ કે! લોકો સોશિયલ મીડિયા પર તેના ફોટા અને વીડિયો શેર કરીને તેને અભિનંદન આપી રહ્યા છે

ભોપાલ, તા.૧૦: ભોપાલની સરકારી હોસ્પિટલ કાત્જુ ચિકિત્સાલયમાં ચમત્કારિક ડિલિવરીનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં જ્યોતિ નામની એક મહિલાએ એકસાથે ચાર બાળકોને જન્મ આપ્યો છે, જે શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ ડિલિવરી ૯ એપ્રિલ ૨૦૨૫ના રોજ થઈ હતી અને ડોક્ટરોના મતે, તે પ્રી-ટર્મ ડિલિવરી હતી, એટલે કે, ડિલિવરી સમય પહેલાં થઈ હતી. બાળકોના અકાળ જન્મને કારણે, તેમનું વજન સામાન્ય કરતાં ઘણું ઓછું હતું.
કાત્જુ હોસ્પિટલના નોડલ ઓફિસર ડૉ. રચના દુબેએ માહિતી આપતાં જણાવ્યું હતું કે ચાર નવજાત શિશુઓમાંથી એકનું વજન એક કિલોથી ઓછું હતું, જ્યારે ત્રણ બાળકોનું વજન લગભગ એક કિલો હતું. ઓછા વજન અને સમય પહેલાં જન્મને કારણે, ચારેય બાળકોને ખાસ તબીબી સંભાળની જરૂર હતી.
હોસ્પિટલ વહીવટીતંત્રે તાત્કાલિક ચારેય નવજાત શિશુઓને CPAP મશીન પર મૂકયા અને તેમને સર્ફેક્ટન્ટ થેરાપી આપી, જેનાથી તેમના ફેફસાંના વિકાસમાં સુધારો થઈ શકે. હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટરોની ટીમ અને નવજાત સંભાળ એકમે લગભગ ૬૦ દિવસ સુધી સતત બાળકોનું નિરીક્ષણ અને સંભાળ રાખી.
ડોક્ટરોના મતે, આ ડિલિવરી તબીબી રીતે ખૂબ જ પડકારજનક હતી કારણ કે લગ્નના પાંચ વર્ષ પછી જ્યોતિ પહેલી વાર ગર્ભવતી બની હતી અને એકસાથે ચાર બાળકોનો જન્મ એ સામાન્ય પ્રક્રિયા નથી. તેમ છતાં, ડોક્ટરોની મહેનત અને સમયસર સારવારને કારણે, ચારેય નવજાત શિશુઓ હવે સંપૂર્ણપણે સ્વસ્થ છે અને તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આ સફળતા પર હોસ્પિટલ સ્ટાફ અને જ્યોતિના પરિવારે રાહતનો શ્વાસ લીધો છે અને આ ઘટનાને તબીબી ક્ષેત્રે એક પ્રેરણાદાયી સિદ્ધિ તરીકે જોવામાં આવી રહી છે. ૪ બાળકોના જન્મ બાદ સમગ્ર પરિવારમાં ખુશીનો માહોલ છે અને તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વધુને વધુ વાયરલ થઈ રહ્યો છે.
વિધાનસભા-૭૦/૭૧ ના શકિતકેન્દ્રો પર સત્યાપન બેઠક
આણંદના પ્રભારી અને પૂર્વ ધારાસભ્ય રાકેશભાઈ શાહની કેન્દ્ર સંયોજકો સાથે સંગઠનલક્ષી ચર્ચા
રાજકોટ : ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતળત્વમાં કેન્દ્ર સરકારમાં એન.ડી.એ. સરકાર તેમજ ગુજરાત રાજયમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની ભાજપ સરકાર દેશના તથા રાજયના વિકાસ કામો અવિરત ચાલું છે અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પ ‘ભારત એટ ૨૦૪૭' ના સ્વપ્નને સાકાર કરવા માટે ભારતીય જનતા પક્ષના સંગઠનને મજબુત કરવા માટે પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની અધ્યક્ષતામાં સંગઠનપર્વની કામગીરી થઈ રહી છે. ત્યારે રાજકોટ મહાનગરની ચારેય વિધાનસભાના શકિતકેન્દ્રોના સંયોજકો સાથે પ્રદેશ અગ્રણી, આણંદના પ્રભારી અને પૂર્વ ધારાસભ્ય રાકેશભાઈ શાહ અને ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાની ઉપસ્થિતિમાં વિધાનસભા-૭૦ની સત્યાપન બેઠકો યોજવામાં આવી હતી. તેમજ વિધાનસભા-૭૧ ના સત્યાપન બેઠકો શહેર ભાજપ મહામંત્રી વિરેન્દ્રસિંહ ઝાલાની ઉપસ્થિતિમાં યોજવામાં આવી હતી. આ બેઠકમાં આણંદના પ્રભારી અને પૂર્વ ધારાસભ્ય રાકેશભાઈ શાહ, ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, શહેર ભાજપ મહામંત્રી વિરેન્દ્રસિંહ ઝાલા, કાર્યક્રમના પ્રબંધક અને સંયોજક શહેર ભાજપ ઉપપ્રમુખ મહેશભાઈ રાઠોડ, શહેર ભાજપ ઉપપ્રમુખ રાજદીપસિંહ જાડેજા, વિધાનસભામાં આવતા વોર્ડના પ્રમુખો સહિત તમામ શકિતકેન્દ્રના સંયોજકો તેમજ વિધાનસભાના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહયા હતા.
(3:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
