News of Tuesday, 10th June 2025
વિદેશથી પરત ફરેલું પ્રતિનિધિમંડળ આજે સાંજે પીએમ મોદી સાથે કરશે મુલાકાત
કોવિડ ટેસ્ટ કર્યા બાદ ચર્ચા થશે: સુરક્ષા પ્રોટોકોલ હેઠળ નિર્ણય લેવામાં આવ્યો

નવી દિલ્હી : આજે સાંજે એક સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને તેમના સત્તાવાર નિવાસસ્થાન, 7 લોક કલ્યાણ માર્ગ ખાતે મળશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રતિનિધિમંડળના સભ્યો માટે કોવિડ-19 ટેસ્ટ કરાવવો ફરજિયાત રહેશે. આ પગલું સુરક્ષા પ્રોટોકોલ હેઠળ લેવામાં આવ્યું છે.
એક સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ આજે સાંજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને તેમના સત્તાવાર નિવાસસ્થાન, 7 લોક કલ્યાણ માર્ગ ખાતે મળશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રતિનિધિમંડળના સભ્યો માટે કોવિડ-19 ટેસ્ટ કરાવવો ફરજિયાત રહેશે. આ પગલું સુરક્ષા પ્રોટોકોલ હેઠળ લેવામાં આવ્યું છે. માહિતી અનુસાર, પીએમ મોદી મંગળવારે સાંજે 7:30 વાગ્યે પ્રતિનિધિમંડળના નેતાઓને મળશે, જેમણે ઓપરેશન સિંદૂર હેઠળ વિદેશમાં ભારતનો સંદેશો લીધો હતો. આ દરમિયાન, પ્રધાનમંત્રી પ્રતિનિધિમંડળના અનુભવો અને પ્રતિભાવ લેશે. આ ઉપરાંત, પીએમ મોદી તમામ સાંસદો માટે રાત્રિભોજનનું પણ આયોજન કરશે.
આ પ્રતિનિધિમંડળને ખાસ કરીને પાકિસ્તાનમાં હાજર આતંકવાદને વિશ્વ સમક્ષ ઉજાગર કરવાનું કાર્ય સોંપવામાં આવ્યું હતું. શશિ થરૂર (કોંગ્રેસ), રવિશંકર પ્રસાદ (ભાજપ), સંજય કુમાર ઝા (જેડીયુ), બૈજયંત પાંડા (બીજેપી), કનિમોઝી કરૂણાનિધિ (ડીએમકે), સુપ્રિયા સુલે (એનસીપી-એસપી) અને શિવસેનાના શ્રીકાંત શિંદે સહિત સાત અગ્રણી સાંસદોને ટીમ લીડનું કાર્ય સોંપવામાં આવ્યું હતું.
(6:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
