News of Tuesday, 10th June 2025
કરોડો યુઝર્સને તમામ ફીચર તદ્દન મફતમાં આપે છે છતાં વોટ્સએપ કઈ રીતે કરી શકે છે મોટી કમાણી ?
વોટ્સએપ યુઝર્સ પાસેથી સીધું સીધું તો કોઈ ચાર્જ નથી વસૂલવામાં આવતો હતો. વોટ્સએપની તમામ સુવિધા યુઝર્સ માટે ફ્રી હોય છે પણ .... મેટા અનેક રીતે વોટ્સએપના માધ્યમથી કમાણી કરે છે.

નવી દિલ્હી :વોટ્સએપ એ દુનિયાની સૌથી વધુ ઉપયોગમાં લેવાતી ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ છે. દરરોજ કરોડો યુઝર્સ આ એપનો ઉપયોગ કરે છે. વોટ્સએપમાં તમને વીડિયો કોલિંગ, કોલિંગ, ફાઈલ્સ શેરિંગ અને મેસેજ વગેરે મોકલવાની સુવિધા આપવામાં આવે છે. આ તમામ ફીચર યુઝર્સને તદ્દન ફ્રીમાં મળે છે તો ક્યારેય વિચાર્યું છે ખરું કે તમને ફ્રીમાં સર્વિસ આપનાર વોટ્સએપ કઈ રીતે કમાણી કરે છે? ચાલો આજે તમને આ વિશે જણાવીએ-
યુઝર્સને ફ્રીમાં સુવિધા આપનાર વોટ્સએપ કઈ રીતે કમાણી કરે છે એની વાત કરીએ એ પહેલાં વોટ્સએપ વિશે જાણી લઈએ. 2009માં વોટ્સએપની શરૂઆત થઈ હતી અને શરૂઆતથી જ આ એપ મોટાભાગના યુઝર્સ માટે ફ્રી હતી. જોકે, થોડાક સમય માટે કંપનીએ એક સબ્સ્ક્રિપ્શન પ્લાનની શરૂઆત કરી હતી. જેના હેઠળ એક વર્ષ માટે એક ડોલરની ફી રાખવામાં આવી હતી. જોકે, ફેસબુકે જ્યારે વોટ્સએપને ટેકઓવર કર્યું ત્યારે આ ફી હટાવી દેવામાં આવી હતી.
વાત કરીએ કમાણીની તો વોટ્સએપ યુઝર્સ પાસેથી સીધું સીધું તો કોઈ ચાર્જ નથી વસૂલવામાં આવતો હતો. વોટ્સએપની તમામ સુવિધા યુઝર્સ માટે ફ્રી હોય છે. જોકે, એનો અર્થ એ નથી કે કંપની પૈસા નથી કમાવતી. મેટા અનેક રીતે વોટ્સએપના માધ્યમથી કમાણી કરે છે. કંપનીઓને વોટ્સએપ બિઝનેસ એપીઆઈનો ઉપયોગ કરવા માટે ચાર્જ લેવામાં આવે છે. આ ચાર્જના બદલે કંપનીઓ કર્મચારી સાથે કમ્યુનિકેટ કરી શકે છે. મોટા બિઝનેસને એપીઆઈ યુઝ કરવા માટે પ્રતિ મેસેજ ચાર્જ આપવો પડે છે અને એમાં પણ ખાસ કરીને માર્કેટિંગ, કસ્ટમર સર્વિસ અને ઓટોમેટેડ મેસેજિંગ માટે.
વોટ્સએપ પેમેન્ટ સર્વિસ કેટલાક દેશોમાં ઉપલબ્ધ છે. ભારત, બ્રાઝિલ જેવા દેશમાં વોટ્સએપ પેમેન્ટ સર્વિસ ઓફર કરે છે. હાલમાં ભારતમાં કંપની યુપીઆઈ બેસ્ટ સર્વિસ ઓફર કરે છે. એનાથી બિઝનેસ અને યુઝર્સ વચ્ચે લેવડદેવડ કરવાનું સરળ બને છે. હાલમાં આના માટે કોઈ ચાર્જ નથી લેવામાં આવતો, પણ ભવિષ્યમાં એના માટે ચાર્જ આપવો પડી શકે છે.
હાલમાં વોટ્સએપ પર સીધી સીધી કોઈ એડ નથી જોવા મળતી, પરંતુ મેટાની કમાણીનો મોટો હિસ્સો એડ્સ જ છે. કંપની ફેસબુક પર એડ્સને વોટ્સએપ સર્વિસ સાથે જોડવાનો મોકો આપે છે.બીજા શબ્દોમાં કહીએ તો ફેસબુક પર દેખાતી એડ પર ક્લિક કરીને કન્ઝ્યુમર્સ સીધા વોટ્સએપ પર બ્રાન્ડ સાથે જોડી શકે છે.
ટૂંકામાં કહીએ તો ફેસબુક પર દેખાડી એડથી જ મેટા અને વોટ્સએપને તગડી કમાણી થાય છે. છે ને એકદમ અનોખી માહિતી? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે શેર કરીને તેમના જ્ઞાનમાં પણ ચોક્કસ વધારો કરજો હં ને? આવી જ બીજી માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો…
(7:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
