<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th June 2025

જીવનના ઉથલ-પાથલથી શાંત રહેવાની શકિતશાળી ધ્‍યાન વિધીઓ

વિજ્ઞાન ભૈરવ તંત્ર- ૧૧૨ ધ્‍યાનની વિધીઓ ૭૩

આપ ધ્‍યાન અને ઓશો સાહિત્‍ય માટે આમંત્રીત છો. ધ્‍યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્‍યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્‍યા ધ્‍યાન થાય છે. છેલ્‍લા ૩૯ વર્ષોથી ધ્‍યાન, ઓશો સાહિત્‍ય -સન્‍યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્‍યાન મંદિર. 

સ્‍થળઃ

ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્‍વામી સત્‍ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

વિધિ- ૭૩:‘‘ગ્રીષ્‍મ ઋતુમાં તમે સમગ્ર આકાશને અંતહીન નિર્મલતામાં જુઓ, એ નિર્મલતામાં પ્રવેશ કરો.''

જો તમે નિર્મલ, નિરભ્ર આકાશ ઉપર ધ્‍યાન કરશો તો તમે અચાનક મહેસુસ કરશો કે તમારૂ મન વિલીન થઇ રહ્યું છે,  વિદાય થઇ રહ્યું છે. એવા અંતરાલ થશે જેમાં અચાનક તમને બોધ થશે કે નિર્મલ આકાશ તમારામાં પ્રવેશી ગયું છે. એવા અંતરાલ હશે જેમાં થોડા સમય માટે વિચાર ખોવાઇ ગયા- જાણે કે ચાલતી સડક એકદમ સુની થઇ થઇ અને ત્‍યાં કોઇ ચાલી રહ્યું નથી શરૂઆતમા ંઆ અનુભવ થોડી ક્ષણો માટે થશે. પરંતુ એ ક્ષણો ઘણી રૂપાંકતરણકારક છે. પછી ધીરે ધીરે મનની ગતિ ધીમી થવા લાગશે અને અંતરાલ મોટા થવા લાગશે. ઘણી ક્ષણો સુધી કોઇ વિચાર, કોઇ વાદળ નહી હોય અને જયારે કોઇ વિચાર, કોઇ વાદળ નહિ હોય તો બહારનું આકાશ અને તમારૂ ભીતર એક બની જશે. (૩.૩)

- રજનીશના પ્રણામ

સંકલન-તથા ભાષાંતર

સ્‍વામી સત્‍યપ્રકાશજી

મો.૯૪ર૭ર પ૪ર૭૬

(10:57 AM IST)