તા. ૨૬ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૧૫ શનિવાર
News of Friday, 13th June 2025
કરિશ્મા કપૂરના એક્સ પતિ સંજય કપૂરનું નિધન અમદાવાદ પ્લેન ક્રેશ પર કરી હતી છેલ્લી પોસ્ટ
૫૩ વર્ષીય સંજય કપૂરનું મોત હાર્ટ એટેકના કારણે થયું છે

લંડન તા.૧૩: બોલીવુડ અભિનેત્રી કરિશ્મા કપૂરના એક્સ પતિ સંજય કપૂરનું નિધન થઈ ગયું છે. ૫૩ વર્ષીય સંજય કપૂરે ઈંગ્લેંડમાં અંતિમ શ્વાસ લીધા છે. જાણવા મળતી માહિતી અનુસાર સંજય કપૂર ઈંગ્લેંડના ગાર્ડસ્ પોલો ક્લબમાં પોલો રમી રહ્યા હતા તે દરમિયાન જ તેમને મેદાન પર જ હાર્ટ એટેક આવી ગયો. તેમને તુરંત હોસ્પિટલ લઈ જવામાં આવ્યા પરંતુ ડોક્ટર્સ તેમનો જીવ બચાવી શકયા નહીં.
કરિશ્મા કપૂર અને સંજય કપૂરના લગ્ન ૨૦૦૩ માં થયા હતા. લગ્નના ૧૬ વર્ષ પછી વર્ષ ૨૦૧૬ માં બંને ડિવોર્સ લઈ એકબીજાથી અલગ થયા. કરિશ્માથી અલગ થયા પછી સંજય કપૂરે પ્રિયા સચદેવ સાથે ૨૦૧૭ માં લગ્ન કરી લીધા હતા. પ્રિયા સચદેવ અને સંજય કપૂર છેલ્લા ૮ વર્ષથી સાથે છે. બંનેનો એક દીકરો પણ છે. સંજય કપૂરના દીકરાનો જન્મ ૨૦૧૮ માં થયો હતો જે ૭ વર્ષનો છે.
કરિશ્મા કપૂરના એક્સ પતિ સંજય કપૂરે ૧૨ જૂનના રોજ સોશિયલ મીડિયા પર જે છેલ્લી પોસ્ટ કરી હતી તે અમદાવાદમાં થયેલી પ્લેન ક્રેશની ઘટના અંગે હતી. સંજય કપૂરે આ ઘટના પર સંવેદના વ્યક્ત કરી હતી.
જો કે આ પોસ્ટ સંજય કપૂરના જીવનની છેલ્લી પોસ્ટ બની ગઈ. કારણ કે તેના થોડા કલાકોમાં જ તેનું પણ હાર્ટ એટેકના કારણે નિધન થયું.
(10:03 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
