<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th June 2025

બ્‍લેક બોક્‍સ મળી ગયા બાદ હવે અસલી વિગતો સામે આવશે

પ્‍લેન ક્રેશ અંગે થશે મોટો ખુલાસો

અમદાવાદ તા.૧૩: શહેરમાં થયેલા પ્‍લેન ક્રેશને લઈને હવે બ્‍લેક બોક્‍સમાં મોટા ખુલાસા થઈ શકે છે. જેમાં આ દુર્ઘટના કયા કારણોસર સર્જાઈ હતી તેને લઈને મોટો ખુલાસો થવાની શકયતા છે. બ્‍લેક બોક્‍સ પ્‍લેન ક્રેશની તપાસમાં ઘણું જ ઉપયોગી બનતું હોય છે. કારણ કે તેમાં ફ્‌લાઇટ ડેટા રેકોર્ડ રહેલા હોય છે. સાથે જ બ્‍લેક બોક્‍સમાં કોકપિટ વોઇસ રેકોર્ડ પણ રહેલો હોય છે. બ્‍લેક બોક્‍સની મદદથી હવામાન કે ટ્રાફિક કંટ્રોલથી ભૂલ થઈ હોય તો તે અંગે પણ જાણકારી મળી જતી હોય છે. જેથી આ બ્‍લેક બોક્‍સ મળ્‍યા બાદ મોટા ખુલાસાઓ થઈ શકે છે.

પ્‍લેન જ્‍યારે ટેકઓફ થયું ત્‍યારે તેમાં ૫૮ હજાર લિટર ફયુઅલ હતું જેના કારણે પ્‍લેન ક્રેશ થયું ત્‍યારે પ્રચંડ બ્‍લાસ્‍ટ થયો હતો. જેના કારણે મોટા ભાગના મુસાફરોના મોત થયા છે. જોકે બ્‍લેક બોક્‍સ મળ્‍યા બાદ પ્‍લેન ક્રેશ કયા કારણોસર થયું તેને લઈને મોટા ખુલાસા થઈ શકે છે. કારણ કે તેમાં પ્‍લેન કેટલી ઊંચાઈ પર હતું, તેની ઝડપ કેટલી હતી, સાથે દિશા કઈ હતી તેનો રેકોર્ડ પણ બ્‍લેક બોક્‍સમાંથી મળી આવે છે.

પ્‍લેનમાં એન્‍જિનની સ્‍થિતિ, રડાર અંગેનો રેકોર્ડ પણ બ્‍લેક બોક્‍સમાં હોય છે. સાથે જ તેમાં ફ્‌લાઇટ ડેટા રેકોર્ડરમાં વિમાનની ટેક્રિકલ માહિતીનો પણ રેકોર્ડ રહેલો હોય છે. પાયલટ કો-પાયલટ વચ્‍ચેની વાતચીત પણ બ્‍લેક બોક્‍સમાં રેકોર્ડ થાય છે અને પાયલટ તથા એર ટ્રાફિક કંટ્રોલ સાથેની વાતચીત પણ રેકોર્ડ થાય છે. આપને જણાવી દઈએ કે બ્‍લેક બોક્‍સ એકદમ મજબૂત મટીરિયલમાંથી બને છે. જેમાં તે વિમાનના પાછળના ભાગે હોય છે અને પ્‍લેનમાં મોટા ભાગે પાછળનો ભાગ ઓછો ક્ષતિગ્રસ્‍ત થતો હોય છે.

(10:05 AM IST)