<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th June 2025

બોલિવૂડ એક્‍ટર વિક્રાંત મેસીએ નજીકની વ્‍યક્‍તિ ગુમાવી, વિમાનમાં હતો કો-પાયલોટ

વિક્રાંતે ઈન્‍સ્‍ટાગ્રામ સ્‍ટોરી દ્વારા આ અંગે માહિતી આપી

મુંબઈ તા.૧૩: ગુરુવારે અમદાવાદ ખાતે એર ઇન્‍ડિયાનું ખ્‍ત્‍/૧૭૧ નંબરનું પ્‍લેન બપોરે ૧.૩૮ મિનિટે ક્રેશ થયું હતું. જેમાં ૧૨૮ પુરુષો, ૧૧૪ મહિલા, ૧૦ બાળકો અને ૪ નવજાત શિશુઓ હતા. આ ઉપરાંત ૨ પાઇલટ અને ૧૦ ક્રૂ મેમ્‍બર હતા. આ દુર્ઘટનામાં માત્ર એક વ્‍યક્‍તિનો બચાવ થયો છે. જ્‍યારે સમાચાર સામે આવી રહ્યા છે કે, બોલિવૂડ એક્‍ટર વિક્રાંત મેસીએ પણ પોતાની નજીકની વ્‍યક્‍તિ ગુમાવી છે. વિક્રાંતે ઈન્‍સ્‍ટાગ્રામ સ્‍ટોરી દ્વારા આ અંગે માહિતી આપી છે.

વિક્રાંતે ઈન્‍સ્‍ટાગ્રામ સ્‍ટોરી દ્વારા સંવેદના વ્‍યક્‍ત કરતાં જણાવ્‍યું કે, જે લોકોએ અમદાવાદમાં થયેલી ખૂબ જ દુખદ ઘટનામાં જીવ ગુમાવ્‍યા છે, તેમના પરિવાર માટે મારું દિલ તૂટી ગયું છે. વધુ તકલીફ એ વાતની છે કે, મારા અંકલ ક્‍લિફોર્ડ કુંદરે તેમનો પુત્ર ક્‍લાઈવ કુંદરને ગુમાવ્‍યો છે. જે તે ફ્‌લાઈટમાં ફર્સ્‍ટ ઓફિસર તરીકે ડ્‍યૂટી પર હતો. ભગવાન તમને અને તમારા પરિવારને આ મુશ્‍કેલ સમયમાં હિમત આપે અને તેમને શક્‍તિ આપે, જે આ દુર્ઘટનાથી ભારે પ્રભાવિત થયા છે.(૩૮.૧૯)

(10:05 AM IST)