<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th June 2025

આખરી ગુડબાય...કાળજુ હચમચાવી રહી છે વિમાન ઉપડયું તે પહેલાની આ પ્રકારની સેલ્‍ફીઓ

વિમાન દુર્ઘટના પછી ઘણા વીડિયો પણ સામે આવ્‍યા છે, જે દુઃખદ દ્રશ્‍ય કહી રહ્યા છે

નવી દિલ્‍હી, તા.૧૩: અમદાવાદમાં એર ઈન્‍ડિયાના વિમાન દુર્ઘટનામાં અત્‍યાર સુધીમાં ૨૬૫ લોકોના મોતની પુષ્ટિ થઈ છે. આ ભયાનક વિમાન દુર્ઘટનાએ આખા દેશને હચમચાવી નાખ્‍યો છે. આ અકસ્‍માતમાં જે લોકોના સંબંધીઓ મળત્‍યુ પામ્‍યા છે તેઓ સ્‍તબ્‍ધ છે. કોઈનો પુત્ર, કોઈનો પતિ, કોઈનો ભાઈ... આ અકસ્‍માતમાં મળત્‍યુ પામ્‍યા છે. કેટલાક લોકો હજુ પણ પોતાના -યિજનોની શોધમાં ભટકતા રહે છે. તેઓ ડીએનએ સેમ્‍પલ આપી રહ્યા છે, જેથી કંઈક બહાર આવી શકે. આ દુઃખની ઘડીમાં આખો દેશ અસરગ્રસ્‍ત પરિવારો સાથે ઉભો છે, પરંતુ તેમનું દુઃખ શબ્‍દોમાં વ્‍યક્‍ત કરી શકાતું નથી. આ પીડા ફક્‍ત તે જ અનુભવી શકે છે જેમણે પોતાના -યિજનો ગુમાવ્‍યા છે.

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં બ્રિટિશ દંપતી ફિઓંગલ જેનલો મીક અને તેમના પતિ જેમી મીકનું અવસાન થયું. તેઓ આધ્‍યાત્‍મિક ઉપચારક હતા. તેઓ રજાઓ ઉજવવા માટે ભારત આવ્‍યા હતા. રજાઓ ઉજવ્‍યા પછી, તેઓ લંડનમાં તેમના ઘરે પાછા ફરી રહ્યા હતા. વિમાનમાં બેસીને, તેમણે એક સેલ્‍ફી લીધી અને લખ્‍યું - અમે આખરે ભારતથી રજાઓ ઉજવીને ખુશીથી ઘરે જઈ રહ્યા છીએ. તેઓએ કદાચ વિચાર્યું ન હતું કે આ તેમના જીવનની છેલ્લી યાત્રા હશે.

રાજસ્‍થાનના બાંસવાડા જિલ્લાના રહેવાસી ડૉ. પ્રદીપ વ્‍યાસના પરિવારના ૫ સભ્‍યોનું વિમાન દુર્ઘટનામાં મળત્‍યુ થયું છે. તસવીરમાં ડૉ. પ્રદીપ વ્‍યાસ, તેમની પત્‍ની ડૉ. કોની વ્‍યાસ અને તેમના ત્રણ બાળકો પ્રદ્યુત જોશી, મીરાયા જોશી અને નકુલ જોશી દેખાય છે. તે બધા લંડન જવા માટે ખુશ જોવા મળે છે. વિમાનમાં ચઢયા પછી, ડૉ. પ્રદીપે તેમની પત્‍ની અને બાળકો સાથે આ સેલ્‍ફી લીધી. જે હવે તેમની છેલ્લી સેલ્‍ફી બની ગઈ છે. આ અકસ્‍માતમાં, ડૉ. પ્રદીપ વ્‍યાસના પરિવારના પાંચેય સભ્‍યોનું દુઃખદ મળત્‍યુ થયું. ડૉ. કોની વ્‍યાસ ઉદયપુરની પેસિફિક હોસ્‍પિટલમાં કામ કરતા હતા. જ્‍યારે તેમના પતિ ડૉ. પ્રદીપ જોશી લંડનમાં ડૉક્‍ટર હતા. ડૉ. કોની થોડા દિવસો પહેલા ઉદયપુરમાં નોકરી છોડીને તેમના પતિ સાથે લંડન શિફ્‌ટ થઈ ગયા હતા.

(10:38 AM IST)