તા. ૨૬ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૧૫ શનિવાર
News of Friday, 13th June 2025
અમદાવાદના ટ્રાફિકે બચાવ્યો ભૂમિ ચૌહાણનો જીવ

અમદાવાદ, તા.૧૩: અમદાવાદના એરપોર્ટથી ગુરુવારે લંડન જવા નીકળેલી ફ્લાઈટને ૧:૩૮ મિનીટે મેઘાણીનગરમાં ઘડાકાભેર પડી ભાંગી હતી. એર ઇન્ડિયાના વિમાન નંબર AI171 સાથે બનેલી દુર્ઘટના સૌથી મોટી દુર્ઘટનામાંથી એક છે. જેમાં અંદાજે ૩૦૦થી વધુ લોકોના જીવ ગયા. આ દુઃખદ ઘટનામાં ભૂમિ ચૌહાણ નામની મહિલાનો ચમત્કારીક બચાવ થયો છે. ટ્રાફિકમાં ફસાઈ જવાને કારણે તેઓ આ વિમાનમાં ચઢી શકયા નહીં અને આ ૧૦ મિનિટના વિલંબે તેમનો જીવ બચાવ્યો.
ભૂમિ ચૌહાણ, જે લંડનમાં પોતાના પતિ સાથે રહે છે, બે વર્ષ બાદ ભારતમાં વેકેશન માટે આવ્યા હતા. તેઓ ગુરુવારે એર ઇન્ડિયાના વિમાન AI171થી લંડન પરત જવાના હતા. પરંતુ ટ્રાફિકની સમસ્યાને કારણે તેઓ એરપોર્ટ પહોંચી શકયા નહીં અને વિમાન ચૂકી ગયા. આ નાનકડો વિલંબ તેમના માટે જીવનદાન બની ગયો.
એક મીડિયા ઈન્ટવ્યૂહમાં ભૂમિ ચૌહાણે કહ્યું તેઓ હજુ ધ્રુજી રહ્યા છે. અને આ સમાચાર સાંભળી તેઓ સ્તબ્ધ થઈ ગયા હતા. ઈન્ટરવ્યૂ દરમિયાન તેમણે જણાવ્યું કે તેમની પાસે બોલવા માટે શબ્દો ન હતા. તેઓ ખુદને ભાગ્યશાળી ગણાવે છે. જેથી તેમનો દૈવી કળપા થઈ
(10:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
