<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th June 2025

મ્‍યાનમારમાં જન્‍મ.. જેલમાં વિતાવ્‍યા દિવસો, વિજય રૂપાણીના અંગત જીવન-રાજકીય સફર પર એક નજર

ગુજરાતના વિકાસના શિલ્‍પી વિજય રૂપાણીના કાર્યકાળમાં અનેક વિકાસકાર્યો થયેલાઃ ગુજરાત માટે વિજય રૂપાણીએ આપેલા યોગદાનને કયારેય ભૂલી શકાશે નહીં : વિજય રૂપાણી ૨૦૧૬ થી ૨૦૨૧ દરમિયાન ગુજરાતના ૧૬માં મુખ્‍યમંત્રી બન્‍યા અને રાજ્‍યની કમાન સંભાળી, તેઓ ભારતીય જનતા પાર્ટી માટે ગુજરાતના રાજકોટ પશ્ચિમિથી ધારાસભ્‍ય હતા

નવી દિલ્‍હી, તા.૧૩: અમદાવાદથી લંડન માટે ઉડાણ ભરનારી એર ઈન્‍ડિયાની ફ્‌લાઈટનું મેઘાણીનગરમાં ક્રેશ લેન્‍ડિંગ થયું. આ વિમાનમાં ૨૪૨ પેસેન્‍જરો સવાર હતા, જેમાં પૂર્વ મુખ્‍યમંત્રી વિજય રૂપાણી પણ હતા. મળતકોની સંખ્‍યા હજુ સુધી જાહેર કરવામાં આવી નથી, જોકે દુર્ઘટનામાં પૂર્વ મુખ્‍યમંત્રી વિજય રૂપાણીના નિધન થયું છે. કેન્‍દ્રિય મંત્રી સી.આર પાટીલે મીડિયા સાથે વાત કરતા વિજય રૂપાણીના નિધનની વાતની પુષ્ટિ કરી છે. પૂર્વ મુખ્‍યમંત્રી શંકરસિંહ વાઘેલાએ પણ X પર પોસ્‍ટ કરીને મળતકોને શ્રદ્ધાંજલિ પાઠવી છે. વિજય રૂપાણીના રાજકોટના કોર્પોરેટથી લઈને ગુજરાત ટુરિઝમના ચેરમેન અને ગુજરાતના મુખ્‍યમંત્રી બનવા સુધીની રાજકીય સફર પર એક નજર કરીએ.

પૂર્વ મુખ્‍યમંત્રી વિજય રૂપાણીનો જન્‍મ મ્‍યાનમારના બર્મા ખાતે રંગૂનમાં ૨ ઓગસ્‍ટ ૧૯૫૬ના દિવસે થયો હતો. માતા માયાબેન રૂપાણી અને પિતા રમણીકલાલ રૂપાણીને સાતમાં સંતાન તરીકે વિજય રૂપાણીનો જન્‍મ થયો હતો, જ્‍યારે વર્ષ ૧૯૬૦માં રાજકીય કારણોસર તેઓ બર્માથી રાજકોટમાં આવીને વસવાટ શરૂ કર્યો હતો. વિજય રૂપાણીએ અભ્‍યાસ દરમિયાન જ રાજકીય સફર શરૂ કરી હતી.

રાજકોટમાં રસિકલાલ એન્‍ડ સન્‍સ નામના ફર્મમાં તેઓએ સ્‍ટોક બ્રોકર તરીકે પણ કાર્ય કરેલું છે, જ્‍યારે આ ફર્મ તેમના પિતા રસિકલાલ દ્વારા ઉભું કરવામાં આવ્‍યું હતું, આ બાદ વિજય રૂપાણીએ તેમના કોલેજકાળ દરમિયાન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં શામેલ થયા હતા. આ સાથે જ વર્ષ ૧૯૭૧માં તેઓએ જનસંઘમાં પણ પ્રવેશ મેળવ્‍યો હતો.

વિજય રૂપાણી વર્ષ ૧૯૭૬માં લાગવામાં આવેલી ઇમર્જન્‍સીમાં ભુજ અને ભાવનગરની જેલમાં પણ સમય પસાર કર્યો હતો, તેમણે ૧૯૭૮થી ૧૯૮૧ સુધી RSSના પ્રચારક તરીકે પણ ફરજ અદા કરી હતી. ૧૯૮૭માં રાજકોટ મ્‍યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં તેઓ પ્રથમ વખત કોર્પોરેટર તરીકે ચૂંટાયા હતા અને ત્‍યારબાદ તેઓ ડ્રેનેજ કમિટીના ચેરમેન તરીકે પણ ગયા હતા. રાજકોટ કોર્પોરેશનમાં ૧૯૮૮માં તેઓ સ્‍ટેન્‍ડિંગ કમિટીના ચેરમેન રહ્યા હતા અને ૧૯૯૫માં યોજાયેલ સ્‍થાનિક સ્‍વરાજ્‍યની ચૂંટણીમાં તેઓને વર્ષ ૧૯૯૬થી ૯૭ એક વર્ષ સુધી તેઓ રાજકોટના મેયર પદ તરીકે પણ કાર્યભાર સંભાળ્‍યો હતો.

તત્‍કાલીન મુખ્‍યપ્રધાન અને હાલના વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી જ્‍યારે ગુજરાતમાં મુખ્‍ય પ્રધાન તરીકેની ફરજ અદા કરી રહ્યા હતા, ત્‍યારે વર્ષ ૨૦૦૬માં વિજય રૂપાણીને ગુજરાત ટુરિઝમના ચેરમેન તરીકે નિયુક્‍ત કરવામાં આવ્‍યા હતા. આ સાથે જ તેઓને વર્ષ ૨૦૦૬ થી ૨૦૧૨ સુધી રાજ્‍ય સભાના સાંસદ તરીકે પણ ચૂંટાયા હતા. ત્‍યારબાદ તેવો વર્ષ ૨૦૧૩માં ગુજરાત મ્‍યુનિસિપલ ફાઇનાન્‍સ બોર્ડમાં ચેરમેન તરીકે રહ્યા હતા.

વર્ષ ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં ભાજપ પક્ષનો બહુમતીથી વિજય થયો હતો અને રાજ્‍યના તત્‍કાલીન મુખ્‍યપ્રધાન અને હાલના વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી વર્ષ ૨૦૧૪માં દિલ્‍હી જઈને દેશના વડાપ્રધાન તરીકેની શપથ લીધા, ત્‍યારે ગુજરાતના મુખ્‍યપ્રધાન તરીકે આનંદીબેન પટેલની જાહેરાત કરવામાં આવી હતી અને આનંદીબેન પટેલની સરકારમાં વિજય રૂપાણીને વાહન વ્‍યવહાર પ્રધાન તરીકેની ફરજ આપવામાં આવી હતી. આ સાથે જ તેઓ આર.સી. ફળદુની જગ્‍યાએ ભાજપના પ્રદેશ અધ્‍યક્ષ તરીકે પણ નિયુક્‍ત થયા હતા.

આનંદીબેન પટેલે સોશિયલ મીડિયામાં રાજીનામાની જાહેરાતના ૭ દિવસ બાદ એટલે કે ૭ ઓગસ્‍ટ ૨૦૧૬ના રોજ મુખ્‍યપ્રધાન તરીકે વિજય રૂપાણીની જાહેરાત થઈ હતી અને ૭ ઓગસ્‍ટના રોજ જ મુખ્‍યપ્રધાન વિજય રૂપાણીએ ગુજરાતના મુખ્‍યપ્રધાન તરીકે શપથ લીધા હતા. આ બાદ ગણતરીનાં સમયમાં વર્ષ ૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણી પણ યોજાઈ હતી, જેમાં ૯૯ બેઠકો સાથે ભાજપનો વિજય થયો હતો અને ફરીથી ગુજરાતમાં મુખ્‍યપ્રધાન તરીકે વિજય રૂપાણીને જ યથાવત્‌ રાખવામાં આવ્‍યા હતા અને ૨૦૨૧ સુધી તેઓ રાજ્‍યના મુખ્‍યમંત્રી રહ્યા હતા. ૧,૮૨૫ દિવસ સત્તામાં રહ્યા પછી, રૂપાણી રાજ્‍યના સૌથી લાંબા કાર્યકાળ સાથે ચોથા મુખ્‍યમંત્રી હતા.

પૂર્વ મુખ્‍યમંત્રી વિજય રૂપાણીને હાલમાં જ રાજસ્‍થાનના ભાજપ અધ્‍યક્ષ માટે ચૂંટણી પ્રક્રિયામાં રિર્ટનિંગ ઓફિસર તરીકે નિયુક્‍ત કરવામાં આવ્‍યા હતા. આ પહેલા તેઓ મહારાષ્‍ટ્રમાં મુખ્‍યમંત્રી પદની પસંદગી માટે પણ તેમણે ઓબ્‍ઝર્વર તરીકે ભૂમિકા ભજવી હતી. ઉપરાંત તેમને પંજાબમાં વિધાનસભાની ચૂંટણીમાં પ્રભારી પણ બનાવાયા હતા.

અમદાવાદમાં ઘટેલી વિમાન ક્રેશ દુર્ઘટનામાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્‍યમંત્રી વિજય રૂપાણીનું પણ મળત્‍યુ થયું છે. તેઓ આ વિમાનમાં લંડન જઈ રહ્યા હતા. વિજય રૂપાણી તેમના પત્‍ની અને દીકરીને મળવા જઈ રહ્યાં હતાં. સપનેય વિચાર નહીં હોય કે પરિવારને મળવા જવાની ખુશી અચાનક મોતમાં પરિણમશે. વિજય રૂપાણીના અંગત જીવન અને રાજકીય સફર પર એક નજર કરીએ.

૨ ઓગસ્‍ટ ૧૯૫૬ ના રોજ બર્મા દેશના રંગૂન મહાનગરમાં માયાબેન અને રમણીકલાલ રૂપાણીના ઘરે દીકરાના જન્‍મ થયો અને નામ પાડ્‍યું વિજય. વિજય રૂપાણી ૭ ભાઈ-બહેનોમાં સૌથી નાના. તેઓ જૈનધર્મનાં અનુયાયી હતા ૧૯૬૦ માં મ્‍યાનમારમાં રાજકીય ઉથલપાથલને કારણે તેમનો પરિવાર રાજકોટમાં સ્‍થાયી થયો. તેઓ જૈનધર્મનાં અનુયાયી હતા. વિજય રૂપાણીએ ગુજરાતની સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીમાંથી બીએ અને એલએલબીનો અભ્‍યાસ કર્યો હતો. તેમણે ભાજપની મહિલા પાંખની સભ્‍ય અંજલી સાથે લગ્ન કર્યા હતા. તેમને એક પુત્ર છે, જે એન્‍જિનિયર છે અને એક પુત્રી છે, જે પરિણીત છે. તેમના બીજા પુત્રનું કાર અકસ્‍માતમાં મળત્‍યુ થયું હતું.

વિજય રૂપાણી ૨૦૧૬થી ૨૦૨૧ દરમિયાન ગુજરાતના ૧૬માં મુખ્‍યમંત્રી બન્‍યા અને રાજ્‍યની કમાન સંભાળી. તેઓ ભારતીય જનતા પાર્ટી માટે ગુજરાતના રાજકોટ પヘમિથી ધારાસભ્‍ય હતા. આ ઉપરાંત, તેઓ ભાજપ તરફથી રાજ્‍યસભાના સાંસદ પણ રહી ચૂકયા છે.

વિજય રૂપાણીના રાજકીય સફરની વાત કરીએ તો તેઓ વિદ્યાર્થીકાળથી જ આ તરફ વળ્‍યા હતાં. રાજકોટમાં આવ્‍યા બાદ વિજય રૂપાણી અભ્‍યાસ દરમિયાન ભાજપના વિદ્યાર્થી સંગઠન એબીવીપીમાં જોડાયા હતા. તે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં સક્રિય હતાં ત્‍યારથી તેઓ પોતાના જીવનને સાવર્જનિકપણે જીવવા લાગ્‍યા હતાં. પછી તે રાષ્‍ટ્રિય સ્‍વયં સેવક સંઘ સાથે અને જનસંઘ સાથે પણ જોડાયા. ૧૯૭૧માં તેઓ સંઘ સાથે સક્રિય હતાં. ભાજપની રચના થઈ ત્‍યારથી તેઓ પાર્ટી સાથે જોડાયેલા છે.

૧૯૭૬ની કટોકટી દરમિયાન તેઓ ભાવનગરનાં અને ભુજ-મહાનગરનાં કારાગરમાં ૧૧ મહિના બંદી રહ્યા હતા. ૧૯૯૬ થી ૧૯૯૭ દરમિયાન તેઓ રાજકોટના મેયર હતા. ૧૯૯૮માં તેમને ભાજપના ગુજરાત એકમના સચિવ બનાવવામાં આવ્‍યા હતા. જ્‍યારે કેશુભાઈ પટેલ ગુજરાત રાજ્‍યનાં મુખ્‍યમંત્રી હતા, ત્‍યારે વિજય રૂપાણીએ ઘોષણાપત્ર સમિતિનાં આધ્‍યક્ષનું વહન કર્યું. ૨૦૦૬માં તેઓ ગુજરાત પ્રવાસનના અધ્‍યક્ષ બન્‍યા હતા. ૨૦૦૬ થી ૨૦૧૨ દરમિયાન તેઓ રાજ્‍યસભાના સભ્‍ય બન્‍યા હતા. ૨૦૧૩માં નરેન્‍દ્ર મોદીના કાર્યકાળ દરમિયાન તેઓ ગુજરાત મ્‍યુનિસિપલ ફાઇનાન્‍સ બોર્ડના અધ્‍યક્ષ હતા.

૨૦૧૪માં તેઓ રાજકોટ પヘમિથી ધારાસભ્‍યની ચૂંટણી જીત્‍યા હતા. ૨૦૧૪ આનંદીબેન પટેલની સરકાર દરમિયાન તેમને પરિવહન મંત્રી બનાવવામાં આવ્‍યા હતા. ૨૦૧૬માં તેઓ ગુજરાત ભાજપના પ્રમુખ બન્‍યા હતા. ૭ ઓગસ્‍ટ ૨૦૧૬ના રોજ તેઓ ગુજરાતના મુખ્‍યમંત્રી બન્‍યા હતા. ૨૦૧૭માં ભાજપે ગુજરાતમાં ચૂંટણી જીતી હતી અને રૂપાણીને ફરીથી મુખ્‍યમંત્રી બનાવવામાં આવ્‍યા હતા.

રૂપાણીના પત્‍ની અંજલી રૂપાણી લંડનમાં છે અને એવું માનવામાં આવે છે કે પૂર્વ મુખ્‍યમંત્રી તેમને લેવા માટે લંડન જઈ રહ્યા હતાં. પૂર્વ મંત્રી ભૂપેન્‍દ્રસિંહ ચુડાસમાએ કહ્યું કે તેમનો ગુજરાત વિદ્યાપીઠમાં એક કાર્યક્રમ હતો. ત્‍યાંથી પાછા ફર્યા પછી જ્‍યારે તેઓ લંચ કરી રહ્યા હતા, ત્‍યારે તેમણે ટીવી ચાલુ કર્યું. આ દરમિયાન તેમને અમદાવાદથી લંડન જતી ફ્‌લાઇટ ક્રેશ થવાના સમાચાર મળ્‍યા. તેઓ ચિંતિત થઈ ગયા કારણ કે તેમને ખબર હતી કે રૂપાણી આ ફ્‌લાઇટ દ્વારા લંડન જવાના છે. જોકે, તેમને ખબર નહોતી કે તેઓ આ ફ્‌લાઇટમાં છે. તેમણે તરત જ ટીવી બંધ કરી દીધું અને ગાંધીનગર સ્‍થિત તેમના ઘરે પહોંચી ગયા. રૂપાણીનો સીટ નંબર 2D હોવાનું કહેવાય છે.

 અમદાવાદમાં એર ઈન્‍ડિયાનું વિમાન ક્રેશ થયું તેમાં અનેક લોકોના મોત થયાં હતાં. આ વિમાન દુર્ઘટનામાં આપણાં ગુજરાતના પૂર્વ મુખ્‍યમંત્રી વિજય રૂપાણીનું પણ અવસાન થયું છે. પોતાના કાર્યકાળ દરમિયાન વિજય રૂપાણીએ અનેક વિકાસના કામો કર્યાં હતાં. રાજકોટ પヘમિ બેઠક ઉપરથી ચૂંટાયા બાદ તેએ મુખ્‍યમંત્રી બન્‍યાં હતાં. વિજય રૂપાણીએ સૌરાષ્‍ટ્રમાં પાણી, દવા અને એર કનેક્‍ટીવીટીમાં મહત્‍વનું યોગદાન આપ્‍યું છે.

વિગતે વાત કરવામાં આવે તો, વિજય રૂપાણીના કાર્યકાળમાં સૌરાષ્‍ટ્રની સૌથી મોટી ૧૨,૦૦૦ કરોડ રૂપિયા ખર્ચે સૌની યોજના સાકાર થઈ હતી. આ યોજનાના કારણે સૌરાષ્‍ટ્રમાં આવેલા ૧૧૫ ડેમમાં નર્મદા ડેમનું પાણી આવ્‍યું હતું. આ યોજનાનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીએ રાજકોટમાં કર્યું હતું. સૌની યોજનાના કારણે સૌરાષ્‍ટ્રના લોકો માટે પાણીની સમસ્‍યાનો કાયમી અંત આવ્‍યો છે.

સૌરાષ્‍ટ્રના વિકાસમાં પણ વિજય રૂપાણીએ મહત્‍વની કામગીરી કરી હતી. અહીં ઉદ્યોગના વિકાસ માટે આંતરરાષ્‍ટ્રીય એરપોર્ટ માટે રાજકોટમાં જમીન ફાળવણી કરવામાં આવી હતી. આંતરરાષ્‍ટ્રીય હિરાસર એરપોર્ટને ૧૪૦૫ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્‍યું હતું. એટલું જ નહીં પરંતુ સૌરાષ્‍ટ્રના ૧.૨૫ કરોડ લોકોને સસ્‍તી સારવાર મળે તે માટે રાજકોટના જામનગર રોડ ઉપર પરાપીપળીયામાં ૧૧૯૫ કરોડના ખર્ચે ૭૦૦ બેડની એમ્‍સનું પણ લોકાર્પણ કરવામાં આવ્‍યું હતું.

વિજય રૂપાણીએ કરેલા વિકાસકાર્યોની વાત કરવામાં આવે તો, રાજકોટ સીવીલ હોસ્‍પિટલમાં ૧૦૦ કરોડના ખર્ચે PMSSY બિલ્‍ડીંગ, રામવન, બસ સ્‍ટોપ, ગાંધી મ્‍યુઝિયમ, લાઈટહાઉસ, પ્રમુખ સ્‍વામી ઓડિટોરીયમ, સુજલામ-સુફલામ જળસંચય, રેલનગર અન્‍ડરબ્રીજ, આમપાલી બીજ અને સીસીટીવીનો આઈ.પ્રોજેક્‍ટ જેવા વિકાસકાર્યો વિજય રૂપાણીના કાર્યકાળમાં સંપન્ન થયેલા છે. ગુજરાત માટે વિજય રૂપાણીએ આપેલા યોગદાનને  કયારેય ભૂલી શકાશે નહી.

(11:31 AM IST)