<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th June 2025

ભાવનગરના સોની વેપારીની દીકરી, જમાઈ સહિત ત્રણના વિમાની દુર્ઘટનામાં મોત

યોગાબેનનાં લગ્ન ૨૦ વર્ષ પહેલા થયા હતાઃ તેમનો પુત્ર વિદેશમાં અભ્‍યાસ કરતો હતો

 

 

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૧૩: અમદાવાદમાં પ્‍લેન ક્રેશ થયાની હૃદયદ્રાવક ઘટનામાં ભાવનગરના સોની વેપારીના દીકરી, તેમના જમાઈ સહિત ત્રણ ના કરૂણ મોત થયા છે. આ હચમચાવનારી ઘટનાને જાણ થતાં ભાવનગરના જવેલર્સો અને સોની સમાજમાં ભારે અરેરાટી સાથે શોકનું મોજું ફરી વળ્‍યું છે.

પ્રાપ્ત થતી માહિતી મુજબ ગઈકાલે અમદાવાદ એરપોર્ટ પરથી ઉડાન ભર્યાના બેથી અઢી મિનિટ જેટલા ટૂંકા સમયમાં જ વિમાન ક્રેશ થયું હતું.આ દુર્ઘટનામાં ભાવનગરના પ્રખ્‍યાત પ્રેમજી જવેલર્સના માલિક (ભાગીદાર) ભરતભાઈ વળજલાલ લંગાળિયાના પુત્રી યોગાબેન સ્‍વપિ્નલભાઈ સોની, જમાઈ સ્‍વપિ્નલભાઈ સોની, યોગાબેનના જેઠાણી અલ્‍પાબેન નિશિતભાઈ સોની અને પરિવારની અન્‍ય એક વ્‍યક્‍તિ પણ મોતને ભેટયાંના દુઃખદ સમાચાર મળ્‍યા છે. યોગાબેન અને તેમના પરિવાર સભ્‍યો અમદાવાદથી લંડન ફરવા માટે જઈ રહ્યા હતા. ભાવનગર શહેરના આતાભાઈ ચોક વિસ્‍તારમાં પિતાનું ઘર ધરાવતા યોગાબેનનો એક ભાઈ છે, જેઓ પણ ઓસ્‍ટ્રેલિયામાં સ્‍થાયી છે. જ્‍યારે પિતા ભરતભાઈ સોનીનું એકાદ-બે વર્ષ પૂર્વે ઓસ્‍ટ્રેલિયામાં હતા. ત્‍યારે હૃદયરોગના હુમલાથી મળત્‍યુ થયું હતું. સ્‍વ.ભરતભાઈ નામાંકિત સોની વેપારી ઉપરાંત સેલ્‍સ ટેક્‍સ-ઈન્‍કમ ટેક્‍સના એડવોકેટ હતા. જયારે, યોગાબેનનો એક દિકરો વિદેશમાં અભ્‍યાસ કરી રહ્યો  હોવાનું પણ જાણવા મળ્‍યું છે.આ વિમાન દુર્ઘટનામાં સોની પરિવારના મળત્‍યુની જાણ થતાં તેમના સગા-સબંધીઓ તાબડતોડ અમદાવાદ દોડી ગયા છે. યોગાબેનના  અંદાજે ૨૦ વર્ષ પૂર્વે લગ્ન થયા બાદ તેઓ અમદાવાદ  સ્‍થાયી થયા હતા તેમ જાણવા મળ્‍યું છે.(૨.૧૨)

 

(11:11 AM IST)