તા. ૩ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૧ બુધવાર
News of Friday, 13th June 2025
મેયર થી મુખ્યમંત્રી સુધીની સફરમાં રાજકોટ હંમેશા વિજયભાઇના દિલમાં રહયું
સૌરાષ્ટ્ર-ગુજરાતની જનતાએ એક વિકાસના સ્વપ્નદ્રષ્ટા ગુમાવ્યા : વિજયભાઇ રૂપાણી ભાજપની હાલતી ચાલતી વિચારધારા હતી, કાર્યકરો માટે પાઠશાળા હતીઃ ખરા અર્થમાં ‘કોમનમેન'

રાજકોટઃ રાજકોટ જનસંઘના પાયાથી લઇ ભારતીય જનતા પાર્ટીની વિચારધારાને ગુજરાતના ખૂણે ખૂણે પહોંચાડી રાજયમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બને તે માટે અવિરત આંદોલનો, અવિરત સંઘર્ષ અને અનેક યાતનાઓ સાથે પોતાનું જીવન પાર્ટીમાં સમર્પિત કરનાર રાજયના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના અચાનક નિધનથી ગુજરાત ભાજપને મોટી ખોટ પડી છે.
આમ શ્રધ્ધાંજલિ પાઠવતા ભાજપ અગ્રણી નીતિન ભૂત, હરેશ જોશી, સી.ટી.પટેલ, તેજસ ત્રિવેદી, પોપટ ટોળીયાએ ઊંડા શોકની લાગણી વ્યકત કરી છે.
વિજયભાઇ રૂપાણીને શ્રદ્ધાંજલિ પાઠવતા ઉપરોકત અગ્રણીઓએ જણાવ્યું હતું કે વિજયભાઇ રૂપાણીએ ભારતીય જનતા પાર્ટીની હાલતી ચાલતી વિચારધારા હતી અને સૌરાષ્ટ્રના કાર્યકર્તાઓ માટે એક પાઠશાળા હતી. વિજયભાઇ રૂપાણીએ પોતાના જાહેર જીવનની શરૂઆત વિદ્યાર્થી કાળથી કરી હતી .નીડર, નિખાલસ અન ેસ્પષ્ટ વકતાના ગુણ ધરાવતા વિજયભાઇ મીશા હેઠળ જેલવાસ ભોગવી એક લડાયક નેતૃત્વના ગુણ સાથે યુવા વયેથી જ નેતૃત્વ સ્વીકારવાની શરૂઆત કરી હતી.
રાજકોટમાં જનસંઘની સ્થાપના થઇ ત્યારે વિજયભાઇ રૂપાણી હંમેશા સંગઠનને વધુ મજબુત બનાવવા દ્રઢ નિヘયિ રહ્યા હતા અને પંડિત દીનદયાળ ઉપાધ્યાયજી અને અટલ બિહારી વાજપાઇજીના વિચારોને પોતાના જીવનમાં ઉતારી ભવિષ્યની પેઢી પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાય તે માટે અથાક પરિશ્રમ કરી પાર્ટીને આજે વટવૃક્ષ બનાવી છે.
વિજયભાઇ રૂપાણીએ બુથ થી ભારતીય જનતા પાર્ટીમાં જવાબદારી સંભાળી રાજકોટના મેયર, પ્રદેશ ભાજપ મહામંત્રી, પ્રદેશ ભાજપના પ્રમુખ, સંકલ્પ અમલીકરણના ચેરમેન, ગુજરાત મ્યુન્સીપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન, સરકારના પ્રવકતાઅને રાજયસભાના સાંસદ બન્યા અને ત્યારબાદ રાજયના મુખ્યમંત્રી તરીકે જવાબદારી સંભાળી ખરા અર્થમાં સંવેદનશીલ સરકારની ઓળખ ગુજરાતની જનતાને કરાવી હતી.
સરળ નેતૃત્વ ધરાવતા વિજયભાઇ રૂપાણી મુખ્યમંત્રી હોવા છતાં ‘‘કોમનમેન'' સાબિત થયા હતા. અને સૌરાષ્ટ્રના લાખો કાર્યકર્તાઓને સાચું માર્ગદર્શન આપી આજે નેતૃત્વ સંભાળી શકે તેવી ક્ષમતામાં વિજયભાઇ રૂપાણીનો અનન્ય ફાળો રહ્યો છે. તેઓનો અચાનક અવસાનથી ગુજરાતની જનતાએ અને ભારતીય જનતા પાર્ટીએ એક વિચારક, પ્રચારક અને સ્પષ્ટ વકતા ગુમાવ્યાં છે.
સૌરાષ્ટ્રને એઇમ્સ ઇન્ટરનેશનલ એરપોર્ટ ભેટ આપનાર વિજયભાઇ રૂપાણીને સૌરાષ્ટ્રની જનતા કાયમી યાદ રાખશે અને રાજકોટને મેગા સીટી બનાવવામાં મેયર થી લઇ મુખ્યમંત્રી સુધીની સફરમાં હંમેશા રાજકોટ વિજયભાઇના દિલમાં રહયું છે. ત્યારે ઇશ્વર તેમના આત્માને શાંતિ આર્પે એ જ પ્રાર્થના. આમ, શ્રદ્ધાંજલિ પાઠતા નીતિન ભૂત, હરેશ જોષી, સી.ડી.પટેલ, તેજસ ત્રિવેદી, પોપટ ટોળીયાએ જણાવ્યું હતું.
(11:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
