<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th June 2025

જામનગર-ધ્રોલનાં દંપતિનું વિમાન દુર્ઘટનામાં મૃત્‍યુ થતા એરારટી

શૈલેષભાઇ પરમાર અને નેહલબેન પરમાર નજીકનાં સંબંધીની તબિયત જોવા આવ્‍યા બાદ પરત લંડન જતા હતા :સંતાનમાં એક માત્ર પુત્ર હિતનું પણ ૩ વર્ષ પહેલા સ્‍પેનમાં વિમાન દુર્ઘટનામાં મૃત્‍યુ થયુ'તુ

પ્રથમ  અને બીજી તસ્‍વીરમાં મૃતક પતિ-પત્‍નિ તથા ર૦રર માં તેના પુત્રનું મૃત્‍યુ થયુ હતું. તે તથા ચોથી તસ્‍વીરમાં સતવારા સમાજના પ્રમુખ નજરે પડે છે.

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૧૩ :.. અમદાવાદમાં સર્જાયેલ વિમાન દુર્ઘટનામાં જામનગર-ધ્રોલનાં દંપતિ શૈલેષભાઇ પરમાર અને નેહલબેન પરમારનું મૃત્‍યુ થતા અરેરાટી વ્‍યાપી ગઇ છે તેના પુત્ર હિતનું પણ ૩ વર્ષ પહેલા સ્‍પેનમાં વિમાન દુર્ઘટનામાં મૃત્‍યુ થયુ હતું.

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં જામનગરના એનઆરઆઈ દંપતિ સવાર હતા. જે મુળ જામનગરના ધ્રોલના વતની હાલ લંડનમા રહેતા દંપતી સગાની તબિયત સારી ના હોવાથી જામનગર આવ્‍યા હતા. નેહલ પરમાર અને તેના પતિ શૈલેષ પરમાર જામનગરથી લંડન જતા હતા. જામનગર સતવારા સમાજના છે.  પ્રમુખ જમન રાઠોડે દુઃખ વ્‍યકત કર્યું છે. 

: શૈલેષભાઈ પરમાર ડીકેવી કોલેજમાં પ્રોફેસર હતા અને ત્‍યારબાદ તેઓ ૨૦૦૪/૦૫ માં યુકે અને ત્‍યાં તેઓ સ્‍થાયી થયેલ હતા તેઓનો એકનો એક દીકરો ૧૬ ફેબ્રુઆરી ૨૦૨૨ ના પાયલોટ હતો અને પ્‍લેન ક્રેશ માં મળત્‍યુ પામેલ શૈલેષભાઈ પરમાર ના પિતા ધ્રોલ મુકામે રહેતા હતા ત્‍યાંથી ૧૯૭૧ આસપાસ આલિયાબાડા મુકામે સ્‍થાયી થયેલ અને ત્‍યાંથી તેઓ જામનગર ડીકેવી કોલેજ પાસે રહેતા હતા.

 ડીએનએ ટેસ્‍ટ માટે ગઈકાલે રાત્રે મળતક શૈલેષભાઈ ના ભાઈ નૂ બ્‍લડ લીધેલ છે અને તેના પત્‍ની મળતક નેહલની ની બહેનનું બ્‍લડ લીધેલ છે આજે સાંજ સુધીમાં તેઓને બંને મળતકનો મળતદેહ આપવાની શકયતા છે અને તે મળતદેહ જામનગર ખાતે લઈ આવવાના છે.

મૃતક શૈલેષભાઇ પરમારના પિતા ગોવિંદભાઇ પરમારને ચાર દીકરા અને દીકરી હતી તેમાંથી આ દીકરાને એક દિકરો હતો જે પ્‍લાન કેસમાં ૧૬ ફેબ્રુઆરી ર૦રર ના રોજ મૃત્‍યુ પામેલ હતો. અને તેના માતા-પિતા શૈલેષભાઇ અને નેહલ ગઇકાલે પ્‍લેન ક્રેશમાં મૃત્‍યુ પામેલ છે. હાલમાં તેનો નાનો ભાઇ તેની પત્‍ની અને માતા યુકે થી જામનગર આવવા રવાના થઇ ગયેલ છે.

મૃતક શૈલેષભાઇની બેન સોલાપુર સાસરે છે તે પણ ત્‍યાંથી જામનગર આવા રવાના થયેલનું સુત્રોમાં જાણવા મળ્‍યા છે. મૃતક શૈલેષભાઇના બે ભાઇઓ જામનગર રહે છે અને તે અને તેના ભાઇ મનોજભાઇ યુકે  રહેતા હતાં. 

(11:40 AM IST)